જામનગરના જોગવડ ગામમાં શ્રમિક યુવાનનો પત્નીના વિયોગમાં આપઘાત

જામનગર જિલ્લાના લાલપુરમાં શિવ પરા વિસ્તારમાં રહેતા અને મજૂરી કામ કરતા અશોકભાઈ આલાભાઇ પરમાર નામના આડત્રીસ વર્ષના યુવાને ગઈકાલે જોગવડ વિસ્તારમાં આવેલી એક ઓરડીમાં પાઇપમાં…

જામનગર જિલ્લાના લાલપુરમાં શિવ પરા વિસ્તારમાં રહેતા અને મજૂરી કામ કરતા અશોકભાઈ આલાભાઇ પરમાર નામના આડત્રીસ વર્ષના યુવાને ગઈકાલે જોગવડ વિસ્તારમાં આવેલી એક ઓરડીમાં પાઇપમાં દોરી બાંધી ગળાફાંસા દ્વારા આત્મહત્યા કરી લીધી હતી.

આ બનાવ અંગે મૃતકના નાના ભાઈ અરવિંદભાઈ આલાભાઇ પરમારે પોલીસને જાણ કરતાં મેઘપર ના પોલીસ હેડ કોન્સ્ટેબલ આર.એન. થાનકી બનાવના સ્થળે દોડી ગયા હતા, અને મૃતદેહ નો કબજો સંભાળી આ બનાવ બાબતે વધુ તપાસ હાથ ધરી છે.

પત્ની ગંગાબેન સાથે થોડા દિવસ અગાઉ ઝઘડો થયો હતો, જેથી પત્ની ગંગાબેન પોતાના બાળકો સાથે ઘર છોડીને ફઇબાના ઘેર રહેવા માટે ચાલી ગઈ હતી, જેથી અશોકભાઈ ને મનમાં લાગી આવતાં તેણે ગળાફાંસો ખાઈ લઇ જીવન ટૂંકાવી લીધું છે. સમગ્ર મામલામાં પોલિસ વધુ તપાસ ચલાવી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *