વિસાવદરના પિયાવા (ગીર) નો સંજય રુદાતલા નામનો 15 વર્ષીય સગીર ધોરણ 10માં અભ્યાસ કરતો હતો. ગામની સીમમાં આવેલ પોતાની વાડીની ઓરડીમાં લાકડાની આડી સાથે સાડી બાંધી ગળાફાંસો ખાઈને મોતને મીઠું કરી લીધું હતું. પોલીસે દોડી ગઈ સંજયના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી કાર્યવાહી કરી હતી.
સગીરના આપઘાત અંગે પિતા છગનભાઈએ પોલીસ સમક્ષ આ નિવેદનમાં તેનો પુત્ર સંજય ધોરણ 10માં અભ્યાસ કરતો હતો. હાલ બોર્ડની પરીક્ષા ચાલુ હતી.
પરંતુ સંજયના પેપર નબળા ગયા હતા અને તેને એમ હતું કે આ પરીક્ષામાં નાપાસ થઈ જ્યારે પુત્ર પરીક્ષા ભરીને ઘરે આવતો ત્યારે ઘરમાં બધાને કહેતો કે પરીક્ષામાં પેપર નબળા જાય છે અને હું પરીક્ષામાં નાપાસ થઈશ તેમ અવારનવાર વાતો કરતો હતો. સંજયને ધોરણ 10 માં નાપાસ થઈ છે તેવી બીક લાગતા તેને પોતાની મેળે વાડીએ ગળાફાંસો ખાઈ લીધો હોવાનું જણાવ્યું હતું. સગીર છાત્રના અંતિમ પગલાંથી તેના પરિવારજનોમાં શોકનું મોજુ ફરી વળ્યું હતું.
