યુવતી અને તેના પરિવારજનોને જાનથી મારી નાખવાની ધમકી આક્ષેપ : આરોપીને ઝડપવા પોલીસ દ્વારા ચક્રો ગતિમાન
વેરાવળ શહેરમાં દુષ્કર્મની ગંભીર ઘટના સામે આવી છે. વેરાવળ નજીકના ગામના એક યુવક વિરુદ્ધ પીડિત યુવતી ની ફરિયાદના આધારે પોલીસમાં દુષ્કર્મ સહિતની કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે જેમાં આરોપી યુવક અને પીડિત યુવતી વચ્ચે સ્નેપચેટ મારફતે ઓળખાણ થઈ હતી. આ ઓળખાણ મિત્રતામાં પરિણમી હતી, જેનો લાભ લઈ આરોપી એ યુવતીને વિશ્વાસમાં લીધી હતી. આ ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને પોલીસે ફરાર આરોપીની ધરપકડ કરવા માટે તાત્કાલિક કાર્યવાહી શરૂૂ કરી છે.
આ ફરીયાદમાં યુવતી એ આક્ષેપ કર્યો છે કે આરોપી તેને વેરાવળ શહેરની એક હોટેલ માં લઈ ગયો હતો જ્યાં તેની મરજી વિરુદ્ધ શારીરિક સંબંધ બાંધવામાં આવ્યા હતા. આ ઘટના બાદ પણ આરોપી યુવક દ્વારા યુવતી પર દબાણ અને ત્રાસ આપવાનું ચાલુ રહ્યું હતું. ફરિયાદમાં વધુમાં જણાવાયું છે કે આરોપી યુવતીને સાસણ ગીર વિસ્તારમાં આવેલા એક ફાર્મ હાઉસમાં લઈ ગયો હતો અને ત્યાં તેને માર માર્યો હતો. આરોપીએ યુવતી તથા તેના પરિવારજનોને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હોવાનો આક્ષેપ છે.
આ સમગ્ર મામલે પીડિત યુવતીએ વેરાવળ પોલીસનો સંપર્ક કરી પોલીસે તેની વિગતવાર ફરિયાદ નોંધી જેના આધારે આરોપી યુવક વિરુદ્ધ દુષ્કર્મ સહિતની ગંભીર કલમો હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. આ ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને પોલીસે ફરાર આરોપીની ધરપકડ કરવા માટે તાત્કાલિક કાર્યવાહી શરૂૂ કરી છે. આરોપીને ઝડપી પાડવા માટે પોલીસની અલગ અલગ ટીમો દ્વારા તપાસના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.
