ઘરેલું બાટલાના કોમર્સિયલ ઉપયોગ અંગે સઘન ચેકિંગ

રાજકોટ જિલ્લા પુરવઠા અધિકારીના માર્ગદર્શન હેઠળ પશ્ચિમ મામલતદાર અને પુરવઠા નિરીક્ષકની ટીમ દ્વારા ગઈકાલ બાદ આજ સવારથી શહેરના કોઠારીયા રોડ વિસ્તારના સહકાર રોડ, આહીર ચોક…

રાજકોટ જિલ્લા પુરવઠા અધિકારીના માર્ગદર્શન હેઠળ પશ્ચિમ મામલતદાર અને પુરવઠા નિરીક્ષકની ટીમ દ્વારા ગઈકાલ બાદ આજ સવારથી શહેરના કોઠારીયા રોડ વિસ્તારના સહકાર રોડ, આહીર ચોક અને રિંગરોડ સહિતના વિસ્તારોમાં વિવિધ હોટલ તથા ફાસ્ટ ફૂડ સ્ટોરમાં ઘરેલુ ગેસ સિલિન્ડરના વપરાશ બાબતે સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યુ હતુ. ગઈકાલે યાજ્ઞિક રોડ પર સર્વેશ્વર ચોકમાં દીપ સેન્ડવીચમાંથી ઘરેલુ ગેસ સિલિન્ડરનો કોમર્શિયલ વપરાશ સામે આવતા સિલિન્ડર જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ હતી. જો કે આજના ચેકીંગમાં કોઈ ઘરેલુ ગેસ સિલિન્ડર ઉપયોગ કરતા હોવાનું સામે આવ્યું નથી.

રાજકોટ શહેર અને જિલ્લામાં કોમર્શિયલ ગેસના સિલિન્ડરની સપ્લાય બંધ કરવાનું પુરવઠા અધિકારી દ્વારા જાહેર કરાયું છે. કેન્દ્ર સરકારના આદેશ મુજબ રાજ્ય સરકાર દ્વારા ગુજરાતમાં કોમર્શિયલ ગેસની સપ્લાય બંધ થઈ છે. કોમર્શિયલ ગેસના જથ્થાને એલપીજી ગેસમાં ક્ધવર્ટ કરવામાં આવ્યો છે કારણકે લોકોને કોઈ તકલીફ ન પડે. રાજકોટમાં હોટલ અને રેસ્ટોરન્ટ સહિતની 1000 થી વધુ સંસ્થાઓ પાસે પીએનજી ગેસ લાઇન છે અને જિલ્લામાં 3.60 લાખ ગ્રાહકો એવા છે કે જેઓને ત્યાં પીએનજી ગેસ લાઇન છે. આ સિવાય ઘરેલું એલપીજી ગેસ સપ્લાય યથાવત છે.

રાજકોટમાં એલપીજી ગેસની સપ્લાય કરતી આઇઓસીએલ ની 42,બીપીસીએલની ની 20 અને એચપીસીએલની ની 4 એજન્સી છે. જેમાં આઇઓસીએલ દ્વારા રાજકોટ જિલ્લાને 99.99 ટકા એલપીજી ગેસ નો પુરવઠો પૂરો પાડવામાં આવે છે જ્યારે બાકીના 35 ટકામાં બીપીસીએલ અને એચપીસીએલ છે. જ્યારે રાજકોટ જિલ્લામાં 3 સરકારી અને 3 ખાનગી કંપનીના પેટ્રોલ પંપ છે જ્યારે ખાનગી કંપની નાયરાના 59, રિલાયન્સના 17 અને સેલ કંપનીના 8 મળી કુલ 361 પેટ્રોલ પંપ છે. જ્યાંથી પેટ્રોલ અને ડીઝલનો જથ્થો પ્રાપ્ત થાય છે. જોકે તેમાં કોઈપણ પ્રકારની અછત હાલ જોવા મળી નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *