વહીવટદારે ચાર્જ સંભાળતા જ આવેદનપત્રની બોણી, વોર્ડ નં.3ના રહેવાસીઓની રજૂઆત

રાજકોટ મ્યુનિ. કોર્પારેશનમાં આજતી વહીવટદાર રૈમ્યા મોહને ચાર્જ સંભાળતા જ આવેદનપત્રની પ્રથમ બોણી થઇ હતી. આમ આદમી પાર્ટીના શહેર પ્રમુખ દિનેશ જોષી તથા વોર્ડ નં.3ના…

રાજકોટ મ્યુનિ. કોર્પારેશનમાં આજતી વહીવટદાર રૈમ્યા મોહને ચાર્જ સંભાળતા જ આવેદનપત્રની પ્રથમ બોણી થઇ હતી. આમ આદમી પાર્ટીના શહેર પ્રમુખ દિનેશ જોષી તથા વોર્ડ નં.3ના રહેવાસીઓએ રોડ-રસ્તા અને ભૂગર્ભ ગટર સહિતની સમસ્યા અંગે આવેદનપત્ર આપ્યુ હતું. જોકે, આવેદનપત્ર મ્યુનિસિપલ કમિશનરે જ સ્વીકારી લીધુ હતું.

આમ આદમી પાર્ટીના આવેદનમાં જણાવાયુ છે કે, શહેરના વોર્ડ નં.3માં અહીંના રહેવાસીઓ વર્ષોથી વેરા ભરે છે રાજકોટ મહાનગરપાલિકામાં અનેકવાર લેખિત રજૂઆતો કરવા છતાં રોડ રસ્તાની કોઇ સુવિધા નથી. ભૂગરમાંથી ગંદુ પાણી બહાર આવે છે કે જાતનું લેવલિંગ કરેલ નથી અને પાણી બહાર ઉભરાય છે રીંગ રોડથી અડધો કિલોમીટર અંદર આ સોસાયટી આવેલ છે રાત્રે બહેન દીકરીને આવવું મુશ્કેલ થાય છે સ્ટ્રીટ લાઇટની કોઇ સુવિધા નથી આંગણવાડી નથી નળ કનેકશન હજી હમણાં જ આવ્યા તેમાં પાણી પણ પુરું આવતું નથી.
રાજકોટ મહાનગરપાલિકામાં આવેલા નવા વહીવટદારને સ્થળ મુલાકાત કરે તો તેને ખ્યાલ આવે તો આ વિસ્તારના તમામ લોકોના પ્રાણ પ્રશ્નોનો ઉકેલ વહેલાસર આવે તેવી લાગણી વ્યકત કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *