કલ્યાણપુરના ભાટિયા ગામે રેલ કર્મચારીના મકાનમાં ચોરી

કલ્યાણપુર તાલુકાના ભાટિયા ગામે રહેતા અને રેલવે વિભાગમાં નોકરી કરતા રામદેભાઈ ઉર્ફે રામદેવ આલાભાઈ ચાવડા (ઉ.વ. 31) નામના યુવાન તેમના પરિવારના સભ્યો સાથે એક લગ્ન…

કલ્યાણપુર તાલુકાના ભાટિયા ગામે રહેતા અને રેલવે વિભાગમાં નોકરી કરતા રામદેભાઈ ઉર્ફે રામદેવ આલાભાઈ ચાવડા (ઉ.વ. 31) નામના યુવાન તેમના પરિવારના સભ્યો સાથે એક લગ્ન પ્રસંગમાં પોતાનું ઘર બંધ કરીને ગયા હતા. ત્યારે ગત તા. 8 માર્ચથી તા. 9 માર્ચ સુધીના સમયગાળા દરમિયાન કોઈ તસ્કરોએ તેમના ઘરમાં પ્રવેશ કરી અને અંદર રહેલા લાકડાના કબાટ તથા લોખંડના કબાટના લોકરના તાળા તોડી નાખ્યા હતા. આ બંને લોકરમાં રાખવામાં આવેલી કુલ રૂૂપિયા 47 હજારની રોકડ રકમ તસ્કરો લઈને નાસી છૂટ્યા હોવાનું જાહેર થયું છે. આ સમગ્ર બનાવ અંગે કલ્યાણપુર પોલીસે અજાણ્યા તસ્કરો સામે જુદી જુદી કલમ હેઠળ ગુનો નોંધી, આગળની તપાસ પી.એસ.આઈ. કે.પી. ઝાલા દ્વારા હાથ ધરવામાં આવી છે.

સુદર્શન સેતુ પર ગરબા રમતી યુવતી સામે ફરિયાદ
ભાવનગર તાલુકામાં રહેતા મિતલબેન રાજાભાઈ પિઠીયાએ થોડા દિવસો પૂર્વે ઓખાથી બેટ દ્વારકાને જોડતા સુદર્શન સેતુ પર જાહેરમાં ગરબા રમી, વાહન ચાલકો તથા રાહદારીઓને નડતરરૂૂપ થાય તે રીતનું કૃત્ય કરી, કાયદાનું ઉલ્લંઘન કરવા સબબ ઓખા મરીન પોલીસે જુદી જુદી કલમ હેઠળ ગુનો નોંધ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *