બેટ દ્વારકાધીશ મંદિરમાં દેવસ્થાન સમિતિ દ્વારા યજમાનવૃત્તિ કરનારા બ્રાહમણોને પ્રવેશ નિષેધના નિર્ણયને 3 માસ જેટલો સમય થવા છતાં ઉકેલ ન આવતા બ્રાહમણો દ્વારા અવાર નવાર વિરોધ બાદ સ્થિતિ યથાવત રહેતા યજમાનવૃત્તિ સાથે જોડાયેલ બ્રાહમણોનો મંદિરમાં યજમાનવૃત્તિ સાથે જોડાયેલ અહીના બ્રાહમણોની હાલત કફોડી બની છે. બેટ દ્વારકાધીશ મંદિરમાં યજમાનવૃત્તિ એ એકમાત્ર આવકનો સ્ત્રોત ધરાવતા તીર્થગોર બ્રાહમણોને આ નિર્ણયથી આર્થિક ફટકો પડયો હોય આવકનો સ્ત્રોત બંધ થતાં બ્રાહમણો અસહાય જેવી સ્થિતિ અનુભવી રહયા છે. રાજકોટ બ્રહમસમાજના અગ્રણી મીલનભાઈ શુકલ દ્વારા રૂૂબરૂૂ મુલાકાત લઈ વીડીયો સંદેશના માધ્યમથી આ સમસ્યાનું નિરાકરણ લાવવા સરકાર પાસે માંગ કરવામાં આવી છે.
આ સાથે જ આઠ દિવસમાં નિર્ણય નહિં આવ્યે આગામી 17 તારીખથી ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલનની ચિમકી પણ ઉચ્ચારવામાં આવી છે. નિર્ણય નહિં આવ્યે આગામી 25 તારીખથી આગામી રણનીતિ અમલમાં મૂકશે અને રાજયભરમાંથી બ્રાહમણ યુવાનો એકત્ર થઈ આંદોલનનું રણશિંગુ ફૂંકશે તેમ પણ તેમણે ઉમેર્યુ હતું.
