રૂડાનગરમાં વૃદ્ધાને મકાન નામે કરી આપી દેવાનું કહી પુત્રની મારી નાખવાની ધમકી

વિરાણી ચોક વાળુ મકાન આપી દે નહીંતર તને અને તારા દીકરાને છરીના ઘા ઝીંકી દઈસ તેવી ધમકી આપી રૂૂડા નગર પાસે આવેલી સરિતા વિહાર સોસાયટીમાં…

વિરાણી ચોક વાળુ મકાન આપી દે નહીંતર તને અને તારા દીકરાને છરીના ઘા ઝીંકી દઈસ તેવી ધમકી આપી

રૂૂડા નગર પાસે આવેલી સરિતા વિહાર સોસાયટીમાં રહેતા હંસાબેન મહેંદ્રભાઈ ડાભી(ઉ.વ.60) ને તેમના મોટા દીકરા રાહુલે ફોન કરી વિરાણી ચોક પાસે આવેલું મકાન આપી દેવાનું કહી ધમકી આપતા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

હંસાબેને ફરિયાદમાં જણાવ્યું હતું કે,હું મારા નાના દીકરા આશીષ તથા તેમના પત્નિ નંદીની સાથે રહુ છુ તથા મારો મોટો દીકરો રાહુલભાઈ મહેંદ્રભાઈ ડાભી જે તેમના પત્નિ પરીવાર સાથે અલગ રહે છે.રાત્રીના આશરે સવા દશેક વાગ્યેના અરસામા હુ નાના દીકરા આશીષભાઈના ઘરે સરીતા વિહાર સોસાયટી પાસે આવેલ શ્રી હાઉસીંગ સોસાયટી ખાતે હતી ત્યારે મારા મોબાઈલ પર મારા મોટા દીકરા રાહુલભાઈ મહેંદ્રભાઈ ડાભીના મોબાઈલ પરથી ફોન આવ્યો અને મને કહેલ કે, તુ તારા વીરાણી ચોક વાળુ મકાન મને આપી દે તેમ કહીને મારી સાથે ફોનમા બોલાચાલી ઝગડો કરીને મને ગાળો આપવા લાગેલો હતો.જેથી મે મારા દિકરા રાહુલને કહેલ કે તે મકાન મારા નામનુ છે તને તે મકાન નહી મળે તો મારો દીકરો રાહુલ મને કહેવા લાગેલ કે,તુ વીરાણી ચોક વાળુ મકાન મને આપી દે જે નહીતર તને તથા તારા દીકરા આશીષને છરીના ઘોદા મારીને જાનથી મારી નાખીશ.જેથી દીકરા રાહુલભાઈ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *