કુવાડવા ગામે થયેલ હત્યાના ગુનામાં આરોપીનો નિર્દોષ છૂટકારો

એડવોકેટ રાહુલ શાહ, રૂષીત પટેલ, જયદેવ શીશાંગિયાની ધારદાર દલીલો કોર્ટે ગ્રાહ્ય રાખી તારીખ 01/04/2024 ના રોજ સવારના અગિયારેક વાગ્યાના અરસામાં માઘવ હોટલની બાજુમાં ખુલ્લા પ્લોટમાં…

એડવોકેટ રાહુલ શાહ, રૂષીત પટેલ, જયદેવ શીશાંગિયાની ધારદાર દલીલો કોર્ટે ગ્રાહ્ય રાખી

તારીખ 01/04/2024 ના રોજ સવારના અગિયારેક વાગ્યાના અરસામાં માઘવ હોટલની બાજુમાં ખુલ્લા પ્લોટમાં કુવાડવા ગામ રાજકોટ અમદાવાદ હાઈવે રોડ પર આરોપી મહેશભાઈ રામજીભાઈ બાહુકીયાએ પોતાની રેકડી બનાવવાળી જગ્યાએ રાખેલ હોય જેમાં મરણજનાર પાકટીયાભાઈ પાડવભાઈ ગેદરીયા સુતેલ હોય આરોપીએ તેમની રેકડી માંથી ઉતરી જઈ બીજે સુઈ જવા જણાવતા મરણજનારે આરોપીને ના પાડતા આરોપીએ ગુસ્સામાં ત્યાં ખાલી પ્લોટમાં પાણાનાં ઢગલા પાસે પડેલ લાકડાનો ધોક્કો મરણજનારને માથાં ના ભાગે મારી દઈ ગંભીર ઈજા પહોંચાડી પાકટીયાભાઈ પાડવીભાઈ ગેદરીયાનું મૃત્યુ નિપજાવ્યા અંગેની ફરીયાદ મરણજનારના ભાઈએ કુવાડવા રોડ પોલીસ સ્ટેશનમાં નોંધાવેલ હતી.

આ કેસ સાબિત કરવા ફરીયાદ પક્ષે અદાલત સમક્ષ અગિયાર સાહેદો તથા આડત્રીસ દસ્તાવેજી પુરાવા રજુ કરેલ. આ કેસ ચાલી જતા આરોપી તરફે દલીલ કરતા જણાવેલ કે આરોપી સામે ફરીયાદ પક્ષ તેનો કેસ નિશંકપણે સાબીત કરી શકવામાં નિષ્ફળ નિવડેલ છે. આરોપી તરફેથી દલીલો માન્ય રાખી ફરીયાદ પક્ષે તપાસવામાં આવેલ સાહેદોના પુરાવાનું મુલ્યાંકન કરતા અદાલતે હાલના આરોપી ગુનામાં હથિયારને ઉપયોગ કરી મરણજનારનું મૃત્યુ નિપજાવેલ હોય તેવી મહત્વની હકિકત રેકર્ડ પર આવેલ ન હોય તેમ માની આરોપીને શંકાનો લાભ આપી છોડી મુકવાનો હુકમ ફરમાવેલ છે. આરોપી તરફે રાજકોટના એડવોકેટ તરીકે રાહુલ કે. શાહ, રૂૂષીત ડી. પટેલ, જયદેવ જે. શીશાંગીયા તથા હાર્દિક જી. ડોડીયા રોકાયેલ હતાં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *