યુદ્ધની આગ: ક્રૂડમાં 28 ટકાનો ઉછાળો, વિશ્ર્વભરના શેરબજારો લોહીલુહાણ

સેન્સેકસમાં 2500, નિફ્ટીમાં 700, ડાઉ જોન્સમાં 453, નિક્કીમાં 3720, નાસ્ડેકમાં 361 અંકના કડાકા ઈરાન ઉપરના હુમલા અને યુદ્ધ જેવી પરિસ્થિતિ ની વચ્ચે સપ્તાહના પ્રથમ દિવસે…

સેન્સેકસમાં 2500, નિફ્ટીમાં 700, ડાઉ જોન્સમાં 453, નિક્કીમાં 3720, નાસ્ડેકમાં 361 અંકના કડાકા

ઈરાન ઉપરના હુમલા અને યુદ્ધ જેવી પરિસ્થિતિ ની વચ્ચે સપ્તાહના પ્રથમ દિવસે શેર બજારમાં મોટા કડાકા જોવા મળ્યા હતા. માર્કેટ ખુલતા ની સાથે જ સેન્સેક્સમાં 2500 પોઈન્ટનો કડાકો બોલી ગયો હતો. વિશ્વભરના માર્કેટમાં પણ નેગેટિવ વલણ જોવા મળી રહ્યું છે અને ક્રૂડના ભાવ ભડકે બળતા તમામ માર્કેટ ક્રેશ થઈ રહી છે.
આજે ભારતની માર્કેટ ખોલતાંની સાથે સેન્સેક્સ અને નિફ્ટીમાં મોટા કડાકા જોવા મળ્યા હતા. સેન્સેક્સ 2500 અને નિફ્ટી 700 પોઇન્ટ નીચે ગબડી પડતા રોકાણકારોના અફસો રૂૂપિયા નું ધોવાણ માત્ર 15 મિનિટમાં થઈ ગયું હતું.

અત્યારે સેન્સેક્સ 76650 અને નિફ્ટી 23650 પર જોવા મળી રહ્યો છે. આજે બેંક નિફ્ટીમાં પણ મોટા ગાબડા પડ્યા છે સરકારી બેંકો તેમજ પ્રાઇવેટ બેંકના તમામ શેર નીચે જોવા મળી રહ્યા છે બલ્કે બેંક નિફ્ટીમાં સાડા પાંચ ટકાનો મોટો કડાકો બોલી ગયો છે. બેંક નિફ્ટીમાં હાલ 2250 પોઈન્ટનો કડાકો જોવા મળી રહ્યો છે. મિડકેપ નિફ્ટી પણ 1700 ઘટી છે. તમામ દિગ્ગજ કંપનીના શેરમાં પણ મોટા ગાબડા પડ્યા છે.

બીજી બાજુ ક્રૂડ ઓઇલ પણ ભડકે બળી રહ્યું છે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલ નો ભાવ 115 ડોલરને પાર કરી જતા વિશ્વભરમાં હાહાકાર મચી ગયો છે. મિડલ ઇસ્ટ માં જંગ બીજા અઠવાડિયામાં પ્રવેશતા જ કાચા તેલ ની કિંમત આસમાને પહોંચી છે હાલ ક્રુડ ઓઇલમાં 28.27% નો જુંગી વધારોે જોવા મળ્યો છે હાલ પ્રતિ બેરલ 116.60 ડોલર પર ટ્રેડ કરી રહ્યું છે જે તેના 52 સપ્તાહની સર્વોચ્ચ સપાટી 119.43 ની નજીક પહોંચ્યું છે.

ભારતની સાથે સાથે વિશ્વભરના શેરબજારો પણ ધરાશયી થયા છે. હોંગકોંગ સાંઘાઈ જાપાન તેમજ અમેરિકાના ડાઉ જોન્સ માર્કેટમાં પણ મોટા કડાકા બોલ્યા છે. શુક્રવારે 453 પોઇન્ટ નીચે બંધ આવ્યો હતો.
ભારતીય શેર બજારની વાત કરીએ તો છેલ્લા પાંચ દિવસમાં સેન્સેકસમાં 5000થી વધુ અંકનો કડાકો બોલી ગયો છે અને નિફટી પણ 22500 સુધી પહોંચી જવાની સંભાવના છે. ભારતીય રોકાણકારોના આશરે 40 લાખ કરોડથી વધુ નાણા આ યુધ્ધ પછી ડુબી ગયા છે.

ડોલર મજબૂત થતા સોના-ચાંદીમાં ઘટાડો ચાલુ
એક તરફ તેલ મોંઘુ થઈ રહ્યું છે તો બીજી તરફ અમેરિકન ડોલર મજબૂત થવાને કારણે સોનાના ભાવમાં પણ આજે ઘટાડો જોવા મળ્યો છે. સોનામાં 1200 રૂૂપિયાનો ઘટાડો નોંધાયો છે જ્યારે ચાંદીમાં 3000 રૂૂપિયા નો ઘટાડો આજે જોવા મળ્યો છે. આંતરરાષ્ટ્રીય બજારમાં સોનુ 5050 ડોલર પ્રતી ઔંશ અને ચાંદી 82 ડોલર પ્રતી ઔંશ પર ટ્રેડ થઇ રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *