આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરિયાએ રાજ્યના આરોગ્ય ક્ષેત્રે લેવાયેલા એક મહત્વપૂર્ણ નિર્ણયની વિગતો આપતા જણાવ્યું હતું કે, ગુજરાત સરકાર દ્વારા વર્ષ 2025-26 માટેની આવશ્યક દવાઓની યાદીમાં નોંધપાત્ર વધારો કરવામાં આવ્યો છે. ગુજરાત મેડિકલ સર્વિસીસ કોર્પોરેશન લિ. દ્વારા વર્ષ 2024-25ની 1,386 દવાઓની સમીક્ષા કર્યા બાદ, 150 નવી દવાઓનો ઉમેરો કરવામાં આવ્યો છે અને બિનજરૂૂરી 57 દવાઓ રદ કરવામાં આવી છે. જેના પરિણામે હવે આગામી વર્ષ માટે કુલ 1,479 જેટલી સર્જિકલ અને ડાયગ્નોસ્ટિક સહિતની જરૂૂરી દવાઓ દર્દીઓને સરળતાથી ઉપલબ્ધ બનશે.
આરોગ્ય મંત્રીએ વધુમાં ઉમેર્યું હતું કે, રાજ્ય સરકાર દ્વારા દર વર્ષે દવાઓની ખરીદી માટે એસેન્સિયલ ડ્રગ લિસ્ટને રિવાઇઝ કરવામાં આવે છે. ઊઉકમાં સમાવિષ્ટ આ પ્રત્યેક દવા અને સર્જિકલ આઈટમ રાજ્યના ગ્રામીણ અને શહેરી વિસ્તારના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોથી લઈને મેડિકલ કોલેજ સંલગ્ન હોસ્પિટલો સુધીના તમામ સ્તરે વિનામૂલ્યે પૂરી પાડવામાં આવશે.રાજ્ય સરકારના એસેન્સિયલ ડ્રગ લિસ્ટમાં પ્રાથમિક કક્ષાની 378 દવાઓ, સેક્ધડરી કક્ષાની 628 દવાઓ અને ટર્સરી કક્ષાની 1,475 દવાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે.
મુખ્ય રોગોની દવાઓમાં થયેલા વધારા અંગે મંત્રીએ જણાવ્યું હતું કે, ગત વર્ષની સરખામણીએ જીવનરક્ષક દવાઓના ગ્રુપમાં મોટો વધારો જોવા મળ્યો છે. એન્ટી-ઈન્ફેક્ટિવ મેડિસિન્સ 202થી વધારીને 216, શ્વસનતંત્રની દવાઓ 29થી વધારીને 40, આંખની દવાઓ 51થી વધારીને 58, ગેસ્ટ્રો ઇન્ટેસ્ટાઇનલની દવાઓ 52 (બાવન)થી વધારીને 56 તેમજ મેડિકલ ડિવાઈસીસની સંખ્યા 287થી વધારીને 349 કરવામાં આવી છે. આ ઉપરાંત વર્ષ 2025-26ના EDLમાં હૃદયરોગની 116, કેન્સરની 56, ન્યૂરોલોજીકલ ડિસોર્ડર્સની 75 અને માનસિક રોગોની 43 દવાઓ સહિત અનેકવિધ દવાઓનો સમાવેશ કરીને આરોગ્ય સેવાઓને વધુ સુદ્રઢ બનાવવામાં આવી છે. રાજ્ય સરકાર દર વર્ષે ડ્રગ્સ ફોર્મ્યુલરીની સમીક્ષા કરી તેને અદ્યતન બનાવે છે, જેથી દર્દીઓને આધુનિક અને અસરકારક સારવાર મળી રહે, તેમ મંત્રીએ ઉમેર્યું હતું.
