જૂનાગઢના એક યુવકને અજાણ્યા શખ્સે શેર બજારમાં રોકાણ કરાવી વધુ નફાની લાલચ આપી 50 લાખનો ચુનો ચોપડી છેતરપિંડી કરી હોવાની ફરિયાદ થતા સાયબર પોલીસે અજાણ્યા શખ્સ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી. શહેરમાં રહેતા 48 વર્ષીય એક યુવકનો અજાણ્યા શખ્સે વોટ્સએપના માધ્યમથી સંપર્ક કરી મિત્રતા કેળવી હતી અને બાદમાં શેર બજારમાં રોકાણ કરી વધુ નફો કમાવવાની લાલચ આપી હતી.
અજાણ્યા શખ્સ પર વિશ્વાસ કરી તેના કહેવા મુજબ યુવાને તારીખ 11-11-2025 થી 10-12-2025 દરમિયાન વધુ નફો મેળવવાની લાલચમાં શેર બજારમાં રૂૂપિયા 50,56,710નું રોકાણ કર્યું હતું. પરંતુ અજાણ્યા શખ્સે જુદા જુદા જવાબ આપતા યુવાનને પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાનો અહેસાસ થતાં અરજી કરી હતી. જેના આધારે ગુરુવારે જૂનાગઢ રેન્જ સાયબર પોલીસે અજાણ્યા શખ્સ વિરૂૂધ્ધ છેતરપિંડી, વિશ્વાસઘાતનો ગુનો નોંધી ધોરણસરને કાર્યવાહી હાથ ધરી હતી. વધુ તપાસ મહિલા પીઆઈ કે. જે. મોડ ચલાવી રહ્યા છે. જૂનાગઢ જિલ્લામાં છેલ્લા 2 મહિનામાં છેતરપિંડીની અંદાજે 30 થઈ હતી. જાન્યુઆરી થી ફેબ્રુઆરી 2026ના 2 મહિનામાં જૂનાગઢ શહેર એ ડિવિઝન 3, બી ડિવિઝન 4, જૂનાગઢ તાલુકા 3, સાયબર પોલીસ સ્ટેશન 6, કેશોદ 3, માણાવદર 2, માંગરોળ 2, માળીયા હાટીના 2, વિસાવદર 2, વંથલી 1, બાંટવા 1, ચોરવાડ 1 અને મેંદરડા પોલીસ સ્ટેશનમાં છેતરપિંડીની 1 ફરિયાદ નોંધાતા પોલીસે તપાસ હાથ ધરી હતી.
