ગીર સોમનાથ રોજગાર કચેરી દ્વારા આગામી તા.07/03/2026ના રોજ સવારે 10:30 કલાકે સરકારી આઈ.ટી.આઈ. વેરાવળ ખાતે રોજગારવાંચ્છું ઉમેદવારો માટે ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે.
જેમાં અસેન્ટ ઈલેટ્રીફીકેશન એંજિ (નાયરા એનર્જી લી. દેવભૂમિ દ્વારિકા), જામનગર દેવ એન્ટરપ્રાઇઝ- કચ્છ (ઇઊંઝ ભુજ) તેમજ મહાવીર એન્ટરપ્રાઈઝ રાજકોટ હાજર રહેવાના છે. વિવિધ લાયકાત અને અલગ-અલગ જગ્યાઓ માટે ધો.10 થી ગ્રેજ્યુએટ સુધીના ભાઈઓ-બહેનો 18 વર્ષ થી 35 વર્ષ સુધીના રોજગારવાંચ્છું ઉમેદવારો માટે ઇન્ટરવ્યું યોજાશે. ઉમેદવારો આ ભરતી મેળામાં વધુમાં વધુ ભાગ તેમ જિલ્લા રોજગાર અધિકારીની યાદીમાં જણાવાયું છે.
