ઓબીસી અનામતના કારણે રાજકીય ગણિત બદલાયા, 9 નવી મહાપાલિકાઓમાં પ્રથમ વખત ચૂંટણી યોજાશે
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે. લાંબા સમયથી જેની રાહ જોવાઈ રહી હતી તે મહાનગરપાલિકાઓ, નગરપાલિકાઓ, જિલ્લા અને તાલુકા પંચાયતોની ચૂંટણી માટે રાજ્ય ચૂંટણી પંચ દ્વારા આ મહિનાના અંત સુધીમાં સત્તાવાર સમયપત્રક અને જાહેરનામું બહાર પાડવામાં આવે તેવી પ્રબળ શક્યતાઓ છે.
રાજ્ય સરકાર દ્વારા સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં અન્ય પછાત વર્ગો (OBC) માટે અનામત 10% થી વધારીને 27% કરવામાં આવી છે. આ ફેરફારને કારણે જે બેઠકો અત્યાર સુધી સામાન્ય (જનરલ) કેટેગરીમાં હતી, ત્યાં હવે OBC ઉમેદવારોને ટિકિટ મળશે. આ ઉપરાંત, અનુસૂચિત જાતિ (SC) અને અનુસૂચિત જનજાતિ (ST) ની બેઠકોનું ત્રીજું રોટેશન અમલમાં આવનાર હોવાથી અનેક વર્તમાન કાઉન્સિલરો અને પંચાયત સભ્યોએ પોતાની પરંપરાગત બેઠકો ગુમાવવી પડશે. કોવિડ-19 ને કારણે 2021ની વસ્તી ગણતરી ન થઈ હોવાથી, 2011ના આંકડા મુજબ જ બેઠકોની ફાળવણી કરવામાં આવશે.
રાજ્ય સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલી નવી 9 મહાનગરપાલિકાઓ – નડિયાદ, સુરેન્દ્રનગર, આણંદ, નવસારી, વાપી, મોરબી, ગાંધીધામ, પોરબંદર અને મહેસાણામાં પ્રથમ વખત કોર્પોરેશનની ચૂંટણી યોજાશે. આ વિસ્તારોમાં સીમાંકનની પ્રક્રિયા પૂર્ણ કરી દેવામાં આવી છે અને નવા વોર્ડની રચના માટેનું જાહેરનામું પણ બહાર પાડી દેવાયું છે.
11મીએ મતદારયાદીની પ્રસિધ્ધિ, રાજકોટને 3400 ઇવીએમ ફાળવાયા
રાજકોટમાં આગામી સમયમાં યોજાનારી રાજકોટ મહાનગરપાલિકા રાજકોટ જિલ્લા, તાલુકા પંચાયત, પંચાયત અને ગોંડલ નગરપાલિકા સહિતની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને લઈને વહીવટી તંત્રમાં હલચલ જોવા મળી રહી છે. રાજ્ય ચૂંટણી પંચ દ્વારા મળેલી સૂચના બાદ જિલ્લા વહીવટી તંત્રને અને મ્યુનિસિપલ કોર્પોરેશનનો સ્ટાફ યુદ્ધના ધોરણે કામે લાગી ગયો છે. હાલમાં જ વિધાનસભા વાઈઝ યાદી બાદ હવે વોર્ડ અને બેઠક વાઈઝ મતદારયાદી તૈયાર કરવાની પ્રક્રિયા અંતિમ તબક્કામાં છે. આગામી 11 તારીખના રોજ મતદારયાદીની પ્રાથમિક પ્રસિદ્ધિ પણ કરી દેવામાં આવશે.ગઈકાલે ધુળેટીના તહેવાર હોવા છતાં રાજકોટ કલેક્ટર કચેરી અને મહાનગરપાલિકાની કચેરીઓ ખુલ્લી રહી હતી. કર્મચારીઓએ રજાના દિવસે પણ હાજર રહીને ડેટા એન્ટ્રી અને મતદારયાદી સુધારણાની કામગીરી ચાલુ રાખી હતી. માર્ચ મહિનાના અંત સુધીમાં તમામ ચૂંટણીલક્ષી પ્રક્રિયા પૂર્ણ સૂચના આપવામાં આવી છે. આગામી 11મી તારીખના રોજ પ્રાથમિક મતદારયાદી પ્રસિદ્ધ કરવામાં આવશે.રાજકોટ મહાનગરપાલિકાના તમામ વોર્ડ મુજબ મતદારોનું વિભાજન કરવામાં આવ્યું છે. જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને ગોંડલ નગરપાલિકાની બેઠકો મુજબ મતદારોની નવી યાદી તૈયાર થઈ રહી છે.11મીએ યાદી જાહેર થયા બાદ મતદારોને નામ ઉમેરવા, કમી કરવા કે સુધારા કરવા માટે ચોક્કસ સમયગાળો આપવામાં આવશે. ત્યારબાદ આખરી ઓપ આપી ફાઈનલ લિસ્ટ જાહેર થશે. રાજ્ય ચૂંટણી પાંચ દ્રારા 3100 જેટલા નવા ઊટખ ફાળવવામાં આવ્યા છે, ઊટખ પણ રાજકોટ આવી પહોંચ્યા છે.જિલ્લા પંચાત, તાલુકા પંચાયત, ગોંડલ નગરપાલિકાના ઊટખ જૂની કલેક્ટર કચેરી ખાતે આવેલ સ્ટોર રૂૂમ રાખવામાં આવ્યા છે. આજે 5:30 કલાકે રાજ્ય ચૂંટણી પંચ દ્વારા વિડિયો કોન્ફરન્સ નું આયોજન કરવામાં આવ્યું છે. આ બેઠકમાં : ચૂંટણીમાં કેટલા કર્મચારીઓ જરૂૂર પડશે?તદાન મથકોની સ્થિતિ અને પાયાની સુવિધાઓ.હાલમાં ચાલી રહેલી સુધારણા કામગીરીમાં ક્યાં સુધી પોહચી તે સહિતની કામગીરી સમીક્ષા કરવામાં આવશે
