જામનગર મનપાની સ્ટેન્ડિંગ કમિટી દ્વારા 9.58 કરોડના ખર્ચને બહાલી

નગરને હરિયાળુ બનાવવા માટે રૂા. 48.07 લાખના ખર્ચે રોપાની ખરીદી થશે, તમામ સભ્યોની ઉપસ્થિતિ જામનગર મહાનગરપાલિકાની આજે મળેલી સ્ટેન્ડિંગ કમિટીબીની બેઠકમાં કુલ રૂૂપિયા 9 કરોડ…

નગરને હરિયાળુ બનાવવા માટે રૂા. 48.07 લાખના ખર્ચે રોપાની ખરીદી થશે, તમામ સભ્યોની ઉપસ્થિતિ

જામનગર મહાનગરપાલિકાની આજે મળેલી સ્ટેન્ડિંગ કમિટીબીની બેઠકમાં કુલ રૂૂપિયા 9 કરોડ 58 લાખ ની રકમ ના વિકાસ કામો ને મંજૂરી આપવામાં આવી હતી. આજે તા. 02-03-2026 ના સ્ટેન્ડિંગ કમિટી ની બેઠક ચેરમેન નિલેશ બી. કગથરા ના અધ્યક્ષ સ્થાને મળી હતી. તેમાં કુલ 11 સભ્યો ઉપરાંત ડે. મેયર કિષ્નાબેન સોઢા, કમિશ્નર ડી.એન.મોદી, ડે. કમિશ્નર દેવેન્દ્રસિંહ ઝાલા, આસી. કમિશ્નર (વ.) મુકેશ વરણવા, ઇચા. આસી. કમિશ્નર ( ટેક્ષ) જીજ્ઞેશ નિર્મલ વગેરે હાજર રહ્યા હતા.

શહેર ની ભુગર્ભ બોક્સ ગટર ની સફાઈ કામગીરી માટે પાવર બકેટ મશીન દ્વારા સફાઈ કરવાના કામ અંગે રૂૂ. 24.31 લાખ , જામનગર મહાનગરપાલિકા આરોગ્ય શાખા હસ્તકના યુપીએચસી ની વિવિધ કામગીરી માટે મારૂૂતિ ઈકો વાહન 6 નંગ ભાડે થી સપ્લાય કરવાના કામ અંગે રૂૂ. 18.09 લાખ , સાત રસ્તા સર્કલ થી સુભાષચંદ્ર બોઝ ના સ્ટેચ્યુ સુધી ફલાયઓવર બ્રીજ બનાવવા ના કામે ટેન્ડર કલોઝ તથા રાજય સરકાર ના જી.આર. મુજબ સ્ટાર રેઈટ, જી.એસ.ટી. ડીફરન્સ અને પ્રાઈઝ એસ્કેલેશન અંગે રૂૂા. 593.82 લાખ નું ખર્ચ મંજૂર કરાયુ છે. જામનગર શહેર ના દિગ્જામ મીલ તથા મહાકાળી મંદિર વચ્ચે આવેલ સર્કલનું નિર્માણ કરવાના અંગ 2જુ થયેલ દરખાસ્ત અન્વયે દરખાસ્ત ની વિગતે સૈધ્ધાંતિક સ્વીકાર ભલામણ સાથે જનરલ બોર્ડમાં મુકવાનું મંજુર કરાયું હતું.

પ્રોવાઈડીંગ એન્ડ સપ્લાઇંગ ઓફ 100 એમ.એમ.ડાયા થી 900 એમ.એમ.ડાયા સુધી સી.આઈ. સ્લુઝ વાલ્વઝ ફોર વોટર ડીસ્ટ્રીબ્યુશન નેટવર્ક ઈન જામનગર સીટી એરીયાના કામ અંગે રૂૂ. 79.74 લાખ, શહેર ઝોન-1 માં જુદી-જુદી જગ્યા એ ડી.આઈ. પાઈપ લાઈન નાખવા ના મજુરી કામ અંગે રૂૂ. 78.05 લાખ, વોર્ડ નં. 11 લાલવાડી વિસ્તાર સંસ્કારધામ સોસાયટી, શિતવન સોસાયટી, ગીરીરાજ સોસાયટી શેરી નં. 4, મહાપ્રભુજી બેઠક પાછળ શ્રીજી સોસાયટી તથા વૃજ વલ્લભભાઈ સોસાયટીની આંતરિક શેરીઓમાં સી.સી. રોડના કામે વધારાના કામ માટે રૂૂ. 48.49 લાખ , આઉટ ગ્રોથ એરીયા ની ની ગ્રાન્ટ અંતર્ગત વોર્ડ નં. 8, રે. સર્વે નં. 16 થી રે. સર્વે નં. 1350 સુધી રેલ્વે લાઈન ને પેરેલલ કનસુમરા ગામ તરફ જતા સી.સી. રોડના કામ (18. મી. ડી.પી. રોડ) ના વધારાના કામ અંગે રૂૂા. 14.32 લાખ, આંતરમાળખાકીય સુવિધા ની ગ્રાન્ટ અંતર્ગત વોર્ડ નં. 10 / 11 રાજપાર્ક કૈલાસ પાર્ક થી (રીલાયન્સ પેટ્રોલ પમ્પ થી નંદ કિશોર એપાર્ટમેન્ટ ના ખુણા સુધી) ડીવાઈન હોસ્પીટલ પાસે નો રોડ સી.સી. રોડના કામ અંગે રૂૂા. 32.61 લાખ, વોર્ડ નં. 15, મથુરાનગર શેરી નં. 1 થી 12 સુધી મેઈન રોડ માં સી.સી. રોડના કામ અન્વયે કાર્યપાલક ઈજનેર સીવીલ શાખા ની રજુ થયેલ નોંધ અન્વયે સ્થળ ફેરફાર કરવા ના કામો ને મંજુરી આપવામાં આવી હતી.

વોર્ડ નં. 10 માં ઔદિચ્ય ઝાલાવાડી બ્રાહ્મણ જ્ઞાતિ ટ્રસ્ટ કે.વી. રોડ માં ડોમ ટાઈપ કોમ્યુનીટી હોલ બનાવવાના કામ અંગે રૂૂ. 10.60 લાખ , ગાર્ડન શાખા દ્વારા અર્બન ફોરેસ્ટ પ્રોગ્રામ અંતર્ગત રોપાઓ ની ખરીદી કરવાના કામ અંગે રૂૂા. 48.07 લાખ નો ખર્ચ મંજૂર કરાયો હતો. હાઈડ્રોલીક ટ્રીમીંગ મશીન ખરીદ કરવા અંગે સૈધ્ધાંતિક મંજુરી અન્વયે દરખાસ્ત ની વિગતે સૈધ્ધાંતિક મંજુરી આપવામાં આવી હતી. સીવીલ શાખા સાઉથ ઝોન (વોર્ડ નં. 8, 15 અને 16) માં સ્ટ્રેન્ધનીંગ એન્ડ અપગ્રેડેશન કેનાલ – બ્રિજ વર્કસ ના કામે વધારા ના કામ અંગે અ રૂૂા. 5 લાખ ના ખર્ચ ને બહાલી આપવામાં આવી હતી. એસ્ટેટ શાખા ની જરૂૂરીયાત મુજબ ડીમોલીશનની કામગીરી માટે ટ્રેકટર વીથ ટ્રોલી ભાડા થી સપ્લાય કરવાના કામ માટે વાર્ષિક રૂૂ. રૂૂા. 4.63 લાખ નો ખર્ચ મંજૂર કરાયો હતો. આમ આજ ની બેઠક માં જુદા જુદા વિકાસ કામો માટે કુલ રૂૂ. 9 કરોડ 58 લાખ ના ખર્ચ ને મંજૂરી આપવામાં આવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *