ગોંડલમાં જીગીશા પટેલ પરના હુમલામાં 9 સામે ફરિયાદ

આમ આદમી પાર્ટીના જોઈન્ટ સેક્રેટરી અને વિપક્ષ તરીકે ગોંડલ ખાતે રહેતા જીગીશાબેન શામજીભાઈ પોકર પટેલ ઉ.વ.35 સરગમ સોસાયટીમા રોડ રસ્તા, પાણી તથા કચરાના પ્રશ્ન માટે…

આમ આદમી પાર્ટીના જોઈન્ટ સેક્રેટરી અને વિપક્ષ તરીકે ગોંડલ ખાતે રહેતા જીગીશાબેન શામજીભાઈ પોકર પટેલ ઉ.વ.35 સરગમ સોસાયટીમા રોડ રસ્તા, પાણી તથા કચરાના પ્રશ્ન માટે ગયેલ હોય ત્યારે ક્રિષ્નાબેન રાવલ, દષ્ટીબેન રાઠોડ, મનીષા, એક અજાણી મહીલા, ફેમીતબેન ચાણક્ય, એક લાલ ટોપી વાળો છોકરો, કેસરી ટી શર્ટ વાળો છોકરો, ફેમીતાબેનનો છોકરો મુન્નો અને સબીર સહિતનાઓ એ એક સંપ કરી ક્રિષ્ના રાવલે પથ્થરનો ઘા મારી ગાડી નો ગાડીનો કાચ તોડી હુમલો કર્યો હતો તેમજ અન્ય આરોપીઓ ફોર વ્હીલને છુટા પથ્થર મારી, ફોર વ્હીલના કાચ તો ડી નાખી નુકશાન કરી ગુન્હામાં એકબીજાને મદદગારી કરી, મહે અધિક જીલ્લા મેજી.સાહેબ, રાજ કોટના હથીયાર બંધીના જાહેરનામાનો ભંગ કરી ગુનો કરતાં ફરિયાદ નોંધાવા પામી હતી.

ફરિયાદ માં વધુમાં જણાવ્યું હતું કે ચાર પાંચ દિવસ પહેલા મને એક મહિલાએ મો.9725320751 ઉપરથી ફોન કરી સરગમ સોસાયટી પીણાવદર રોડ ઉપર રોડ રસ્તા અને પાણી તથા કચરાનો પ્રશ્ન હોવાનું કહી તેઓની સોસાયટીમાં મને આવવા કહેલ જેથી આમ આદમી પાર્ટી ના ગુજરાત પ્રદેશ જોઇન્ટ સેક્રેટરી અને વિપક્ષ તથા જવાબદાર નાગરીક તરીકે માર તેઓના પ્રશ્નો સાંભળવા પડે એટલે તેઓના પ્રશ્ન સાંભળેલ અને તેઓના ત્રણ ચાર વખત ફોન આવેલ એટલે ગઈકાલ તા.24/02/20 26 ના સવાર નાં સમયે હું તથા ધ્રુવેનભાઈ રાદડીયા તથા જયસુખભાઈ વઘાસિયા તથા દીપકભાઈ વધાસિયા એમ ચારેય ફોરવ્હીલ સ્વીફ્ટ કાર લઈને ગોંડલ સરગમ સોસાયટી નીલમબાગ જે વોર્ડ નંબર ત્રણમાં ગયેલ ત્યારે સ્થાનિક લોકોએ તેઓને તમે કોણ છો તેમ પૂછેલ તો તેને કહેલ કે અમે તમારો વીડિયો જોઈને આવેલ છીએ તો તેણે મેં કહ્યું કે અમો એ કોઈ વિડીયો મુકેલ નથી અને ત્યારે અમોએ આ ચારે મહિલાને પૂછતા તેઓ પૈકી એક ક્રિષ્નાબેન રાવલ રહે. આશાપુરા ચોકડી ગોંડલ મોબાઈલ નં.9558630540 તથા દ્રષ્ટિબેન રાઠોડ રહે.

કોલેજ ચોક તિરૂૂપતિ સોસાયટી ગોંડલ મોબાઈલ નં. 9001982249 તથા બીજા બે મહિલાઓ હોય જેમાં એકનું નામ મનીયા હોવાનું તેઓ એકબીજાને બોલતા મેં સાંભબેલ હોવાથી મને ખબર પડેલ અને તેઓ મને આટલું બધું કેમ પૂછો છો? તેમ કહેલ એટલે મારે બધું જાણી જોઈ તમારા પ્રશ્ર્ન ઉઠાવીશ તેમ કહેલ આવી વાતચીત ચાલુ હોય ત્યારે બ્લુ કલરનો ડ્રેસ પહેરેલ ફાતિમાબેન ચાણક્ય આવેલ તેઓ અહીં ગણેશભાઈ બધુ કામ કરી આપે છે તેમ બોલતા હતા એટલે અમોએ આ બધા લોકોને નગરપાલિકાએ જવાનું કહેલ એટલે ત્યાંના લોકો ને રોજા હોય જેથી અત્યારે તેઓ આવતા નથી તેમ કહેલ ત્યારે અમો અમારી સ્વીટ કારમાં બેઠેલ ત્યારે બપોર ના 12/20 વાગ્યે ત્યારે તે મારી ગાડી નો કાચ ખખડાવીને બધાની રજૂઆત સાંભળી લીધી છે તો તારે હવે જવાનું નથી નીચે ઉત્તર તેમ બ્લુ ચુંદડીવાળા ક્રિષ્ના રાવલ કહેતી હોય ત્યારે મેં તેઓને નગરપાલિકાએ આવવાનું કહેલ ત્યારે તેઓ બધા અમારી ગાડી આગળ ઉભા રહી ગયેલ અને ત્યારે સ્થાનિક મહિલાઓએ આ લોકોને સમજાવેલ ત્યારે એક લાલ ટોપીવાળો છોકરો તથા ફાતિમાબેન ના બે છોકરાઓ મુન્નો તથા સબીર એવું ત્યાં લોકો ભોલતા હોય જેથી નામની ખબર પડેલ ત્યારે ક્રિષ્નાબેન તથા લાલ ડ્રેસ વાળી દ્રષ્ટિબેન પથ્થર લીધો ત્યારે સ્થાનિક એક બહેન વચ્ચે પડેલ તેને ફાતિમાબેન દુર બઈ ગયે લ આ દરમિયાન લાલ ટોપીવાળા છોકરાએ ક્રિષ્નાબેન ઈશારો કરતા ક્રિષ્નાબેને પથ્થરથી હું કારમાં કલીનર સાઈડ બેઠેલ હોય તે દરવાજાનો કાચ તોડી મારી ઉપર હુમલો કરેલ જે કાચ પથ્થર થી તોડતા મને માથા તથા ડાબી આંખ ઉપર તથા ડાભી આંખની નીચે ગાલ ઉપર કાચ તથા પથ્થર વાગેલ જેથી અમો ત્યારે ત્યાંથી નીકળી અમારી ફોરવીલ સ્વીફ્ટ કારમાં ગોંડલ સરકારી હોસ્પિટલ ખાતે સારવારમાં ગયેલ જ્યાં અમોને સારવારમાં દાખલ કરેલ અને માથામાં ઈજા હોય જેથી સી ટી સ્કેનની જરૂૂર હોય જેથી સિવિલ હોસ્પિટલમાં સિટી સ્કેન મશીન ન હોય વધુ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટ બે રીફર કરેલ જેથી અમો એમ્બ્યુલન્સમાં રાજકોટ મધુરમ હોસ્પિટલ ખાતે અહીં સારવારમાં આવેલ છીએ અને મારી સાર વાર ચાલુ છે અને હાલ હું સંપૂર્ણ ભાનમાં છું.

આ સિવાય હું કઈ લખાવા માંગતી નથી જેથી ઉપરોક્ત પાંચય મહિલાઓ છે થા. એક લાલ ટોપીવાળો તથા એક કેસરી ટીશર્ટ વાળો છોકરો હોય અને તેઓએ અમારી ગાડીનો આગળનો કાચ તોડી નુકશાન કરેલ હોય જેથી તેના સામે ઘોરણસર થવા ફરિયાદ છે. પોલીસે જીગીશા પટેલ ની ફરિયાદ લઇ પીએસઆઇ. એસ.આર.પંડ્યાએ તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *