રાજકોટ શહેરના ગોંડલ ચોકડી પાસે રોયલ પાર્ક નજીક રિસામણે આવેલી દેવભૂમિ દ્વારકા ની પરિણીતાએ ગળેફાંસો ખાવાની કોશિશ કરતા તેમને પરિવારજનોએ બચાવી અને સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે. તેમના પતિને અન્ય મહિલા સાથે આડા સંબંધ હોય જેનો વિરોધ કરતા તેમણે માથાકૂટ કરી પરિણીતાને માર માર્યો હતો જેથી કંટાળી મહિલા રાજકોટમાં રહેતા માવતરને ત્યાં રિસામણે આવી ગઈ હતી.
વધુ વિગતો મુજબ,ગોંડલ ચોકડી પાસે આવેલા રોયલ પાર્ક પાસે રહેતી રુકસાના અસગરભાઈ નામના 30 વર્ષના મહિલા કે જેવો દેવભૂમિ દ્વારકા જિલ્લાના ધારાગઢ ગામે સાસરુ ધરાવે છે તેઓએ પોતાના માવતરમાં ગઈકાલે ગળેફાંસો ખાઈ આપઘાતનો પ્રયાસ કરતા તેમને સારવાર અર્થે સિવિલમાં ખસેડવામાં આવી હતી.રૂૂકસાનાબેને જણાવ્યું હતું કે,તેમના પતિને બીજી સ્ત્રી સાથે આડા સંબંધ હોય જેનો વિરોધ કરતા તેમને માર માર્યો હતો.તેમજ એકાદ વર્ષ પહેલા હતી લાકડાના ધોકા વડે માર માર્યો હતો. બીજા બનાવમાં જામનગર રોડ પર નાગેશ્વર એપાર્ટમેન્ટમાં રહેતી બિંદીયાબેન નાગજીભાઈ રાઠોડ(ઉ.26)એ ઝેરી દવા પી લેતા તેમને સારવાર અર્થે ખસેડાઈ છે.તે બે ભાઈની એકની એક બહેન છે.તે સેવાકીય સંસ્થામાં નોકરી કરે છે અને તેમના છુટાછેડા થતા તે ટેંશનમાં રહેતી હતી.
