રીબડાની કંપનીમાં પહેલા માળેથી કૂદકો મારતા શખ્સને બચાવવા જતા યુવાનને છરી ઝીંકી

આરોપી માનસિક છે, તે કૂદકો મારવા જતો હતો ત્યારે તેને બચાવતા યુવાન સાથે ઝઘડો કર્યો રીબડા ચોકડી પાસે આવેલી કંપનીમાં નોકરી કરતા યુવાનને પહેલા માળેથી…

આરોપી માનસિક છે, તે કૂદકો મારવા જતો હતો ત્યારે તેને બચાવતા યુવાન સાથે ઝઘડો કર્યો

રીબડા ચોકડી પાસે આવેલી કંપનીમાં નોકરી કરતા યુવાનને પહેલા માળેથી છલાંગ લગાવવાની કોશીશ કરતા તેની સાથે કામ કરતા યુવાનને બચાવ્યો હતો. જેથી આપઘાતનો પ્રયાસ કરનાર શખ્સે બચાવનાર યુવાન સાથે ઝઘડો કરી છરી ઝીંકી દેતા તેમને સારવાર માટે રાજકોટની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.
વધુ વિગતો મુજબ મોરબી રહેતા શાંતિલાલ શ્રીશુકલ મુરમુર (ઉ.વ.38)નામનો યુવાન ગઇકાલે રીબડા ચોકડી પાસે આવેલી કંપનીમાં કામ પર હતો ત્યારે તેની સાથે કામ કરતો સંતોષ કંપનીના પહેલા માળેથી છલાગ લગાવવા જતા તેમને શાંતિલાલે બચાવ્યો હતો.

જેથી ઉશ્કેરાયેલા સંતોષે શાંતિલાલ સાથે માથાકૂટ કરી તેમને છરી ઝીંકી દીધી હતી. જેથી તેમને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ ઘટનામાં શાંતિલાલ મુળ ઝારખંડનો વતની છે.તે અહીં કંપનીમાં કામ કરે છે. તેમજ બનાવ અંગે ગોંડલ તાલુકા પોલીસે તપાસ શરૂ કરી હતી.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *