સાવરકુંડલા, બગસરા, ધારી, ખાંભા પંથકમાં માવઠું

સૌરાષ્ટ્રમાં ગઇકાલે અચાનક પલ્ટો આવ્યા બાદ અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસ્યો હોવાના અહેવાલ પ્રાપ્ત થાય છે. ત્યારે ગઇકાલે ધારી, ખાંભા, સાવરકુંડલા, બગસરામાં કમોસમી વરસાદ પડતા…

સૌરાષ્ટ્રમાં ગઇકાલે અચાનક પલ્ટો આવ્યા બાદ અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસ્યો હોવાના અહેવાલ પ્રાપ્ત થાય છે. ત્યારે ગઇકાલે ધારી, ખાંભા, સાવરકુંડલા, બગસરામાં કમોસમી વરસાદ પડતા ફરી ખેડૂતોને માવઠાનો માર સહન કરવાનો ’વખત આવ્યો છે. જ્યારે રાજકોટ અને ગોંડલ પંથકમાં સવારે છાંટા પડયા હોવાના અહેવાલ મળી રહ્યા છે. આગામી 24 કલાક દરમિયાન મોરબી અને જામનગર પંથકમાં કમોસમી વરસાદ પડવાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. બગસરામાં કમોસમી વરસાદ પડયો હતો. ખેડૂતોનો શિયાળુ પાક તૈયાર થવાનો હતો ત્યારે જ કમોસમી વરસાદ આવતા ખેડૂતો ચિંતામાં મુકાઈ ગયા છે. ઘઉં ચણા, અને ધાણા જેવા પાકોને નુકશાન જવાની ભીતિ સેવાઈ રહી છે. સાવરકુંડલા શહેરમાં મામલતદાર ઓફિસ મહુવા રોડના વિસ્તારોમાં હળવા વરસાદી છાંટા પડયા હતા.કમોસમી વરસાદી છાંટા પડતા માર્ગો ભીના થયા હતા.

અમરેલી જિલ્લાના સાવરકુંડલા શહેરમાં આજે સાંજના સમયે વાતાવરણમાં અચાનક પલટો જોવા મળ્યો હતો. બંગાળની ખાડીમાં સર્જાયેલા લો-પ્રેશર (Low Pressure)) અને હવામાન વિભાગની આગાહીના પગલે શહેરના મામલતદાર ઓફિસ મહુવા રોડના વિસ્તારોમાં હળવા વરસાદી છાંટા પડ્યા હતા. હવામાનમાં ફેરફાર છેલ્લા બે દિવસથી સાવરકુંડલા અને આસપાસના પંથકમાં વાદળછાયું વાતાવરણ પ્રવર્તી રહ્યું હતું. વરસાદની સ્થિતિ આજે મોડી સાંજે શહેરમાં કમોસમી વરસાદી છાંટા પડતા માર્ગો ભીના થયા હતા અને વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી. આગાહી હવામાન વિભાગ દ્વારા સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયાકાંઠાના વિસ્તારોમાં હળવા વરસાદ અથવા માવઠાની શક્યતા અગાઉથી જ વ્યક્ત કરવામાં આવી હતી. અચાનક આવેલા આ વરસાદી માહોલને કારણે શિયાળુ પાક લેવાની તૈયારી કરી રહેલા ખેડૂતોમાં ચિંતાની લાગણી જોવા મળી રહી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, હજુ પણ આગામી થોડા દિવસો સુધી વાદળછાયું વાતાવરણ રહેવાની શક્યતા છે.

બગસરા પંચકમાં કમોસમી વરસાદ ઘઉં ધાણા ચણા સહિતના પાકને ભારે નુકશાન બગસરા પંથકમાં કમોસમી વરસાદ પડતા સિજની પાકને ભારે નુકસાન જોવા મળ્યું છે ત્યારે સાંજના સમયે અચાનક વરસાદી માહોલ છતા વરસાદી ઝાપટા પડ્યા હતા બગસરા પંથકના ગામડાઓમાં ઘઉં ચણા ધાણા તથા સોયાબીન જેવા ઉભા પાકને નુકસાન જોવા મળ્યું છે ખેડૂતોમાં પાકોને નુકસાન ને લીધે વળતર મળી રહે તેવી સરકાર પાસે પણ આશા વ્યક્ત કરે છે.

અમરેલી જિલ્લામાં ખાંભા, બગસરા, ધારી ગીર પંથકના ગામડામાં કમોસમી વરસાદ થયો છે. જેમાં ધારી-ગીરના દલખાણીયા, ગીગાસણ, ગઢીયા સહિતના ગામોમાં વરસાદી માહોલ છવાયો હતો. ખાંભા ગીરના ઈંગોરાળા, નાની ધારી, નાના વિસાવદર ગામમાં કમોસમી વરસાદ વરસ્યો છે. બગસરા શહેર, ગ્રામ્ય વિસ્તારોમાં માવઠું થયું છે. જેમાં બગસરાના સુડાવડ, લૂંધીયા, સાપર સહિતના ગામોમાં વરસાદી ઝાપટાઓ પડ્યા હતા. કમોસમી વરસાદને પગલે ખેડૂતો મુશ્કેલીમાં મૂકાયા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *