ભોમેશ્ર્વરમાં રિક્ષા સરખી ચલાવવાનું કહેતા વેપારી ઉપર 4 શખ્સોનો હુમલો

ભોમશ્વર મંદિર નજીક નાગેશ્વરમાં રહેતા બંગડી બજારના વેપારી યુવાનના એક્ટીવા પાછળ રિક્ષા અડી જતા યુવાન રિક્ષાચાલકને ધ્યાન રાખવાનુ કહેતા ચાલક સહીત ચાર શખ્સોએ ઢીકાપટુ અને…

ભોમશ્વર મંદિર નજીક નાગેશ્વરમાં રહેતા બંગડી બજારના વેપારી યુવાનના એક્ટીવા પાછળ રિક્ષા અડી જતા યુવાન રિક્ષાચાલકને ધ્યાન રાખવાનુ કહેતા ચાલક સહીત ચાર શખ્સોએ ઢીકાપટુ અને પાઇપથી માર માર્યો હતો. યુવાન 5ોતાના મોટા ભાઇને ફોન કરતા તે આવતા તેણે આ શખ્સોને સમજાવતા તેના ઉપર પણ હુમલો કરવામાં આવતા બન્ને ભાઈઓને સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયા છે.

જાણવા મળ્યા મુજબ જામનગર રોડ નાગેશ્વર એપલ ગ્રીન સીટીમાં રહેતા રાજભાઇ હિતેષભાઇ ચગ (ઉ.વ.30) નામના યુવા વેપારી એકટીેવા લઇ ઘેરથી બંગડી બજારમાં જતા હતા. ભોમેશ્વરમાં મહાદેવ મદિંર નજીક પહોંચતા તેના વાહન પાછળ રિક્ષાવાળાએ રિક્ષા અડાડી દેતા તેને ધ્યાન રાખવાનુ રાજભાઈએ કહેતા રિક્ષાચાલક ઉશ્કેરાઈ ગયો હતો અને ગાળો દઇ તૂટી પડયા હતો. એટલી વારમા રિક્ષાચાલકના સાથીદારો પણ આવી ગયા હતા અને ચાર શખ્સોએ ઢીકાપાટુ અને પાઇવ વડે હુમલો કર્યો હતો. જેથી વેપારીએ તેના મોટા ભાઇને ફોન કરતા મોટા ભાઇ આવી જતા હુમલાખોરોએ તેને પણ માર માર્યો હતો તેથી બન્ને ભાઇઓને ઇજાગ્રસ્ત હાલતમાં સારવાર માટે સિવિલ હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *