ભરૂચમાં નકલી પોલીસે ધમકાવતા વાહનચાલક પ્રૌઢનું એટેકથી મોત

નકલી પોલીસના ત્રાસથી એક નિર્દોષ વાહનચાલકનું કરુણ મોત નીપજ્યા હોવાનો ગંભીર આરોપ લાગ્યો છે. રહાડપોર રોડ પર 43 વર્ષીય આધેડ એક્ટિવા પર જઈ રહ્યા હતા.…

નકલી પોલીસના ત્રાસથી એક નિર્દોષ વાહનચાલકનું કરુણ મોત નીપજ્યા હોવાનો ગંભીર આરોપ લાગ્યો છે. રહાડપોર રોડ પર 43 વર્ષીય આધેડ એક્ટિવા પર જઈ રહ્યા હતા. ત્યારે પોલીસ હોવાનું કહી ઊભેલા શખ્સોએ તેમને અટકાવી ધાકધમકી આપતા, ગભરાઈ ગયેલા 43 વર્ષીય યુવકનું હૃદયરોગના હુમલાથી કરુણ મોત નીપજ્યું છે. ત્યારે નકલી પોલીસ જેવા તત્વો સામે કડક કાર્યવાહી કરવાની માગ ઊઠતા આ ઘટનાએ જિલ્લામાં ચકચાર મચાવી છે.વિગતે વાત કરીએ તો, ભરૂૂચના ભોલાવ વિસ્તારમાં રહેતા ઉર્વીશ બીપીનભાઈ મોદી પોતાનું એક્ટિવા લઈને રહાડપોર રોડ પરથી પસાર થઈ રહ્યા હતા. આ દરમિયાન રસ્તામાં ઊભેલા નકલી પોલીસે તેમને અટકાવ્યા હતા, આ શખ્સોએ પોતાની ઓળખ ’પોલીસ’ તરીકે આપી હતી અને ઉર્વીશભાઈને ધમકાવવાનું શરૂૂ કર્યું હતું.એક્ટિવા પર નંબર પ્લેટ નથી તેમ કહી ઉર્વીશભાઈ પર દબાણ બનાવ્યું હતું. ધાકધમકીથી ઉર્વીશભાઈ અત્યંત ગભરાઈ ગયા હતા.

ગભરામણના કારણે તેમને ચાલુ રોડ પર જ હૃદયરોગનો તીવ્ર હુમલો આવ્યો હતો અને તેઓ ત્યાં જ ઢળી પડ્યા હતા. ઘટનાને પગલે સ્થાનિકો એકઠા થઈ ગયા હતા, પરંતુ હોસ્પિટલ પહોંચે તે પહેલાં જ ઉર્વીશભાઈએ દમ તોડી દીધો હતો.મૃતક ઉર્વીશભાઈનો ભાઈ નિકિતેશ મોદીએ જણાવ્યું કે, મારો ભાઈ જે એક્ટિવા લઈને નીકળ્યો હતો, તેની કોઈ લોન બાકી નહોતી છતાં તે બહાને કેટલાક શખ્સોએ તેને ત્રણ મહિનાથી હેરાન કરતા હતા, દરમિયાન આ શખ્સો ઘટના સમયે પોલીસની ઓળખ આપી તેને ઊભો રાખ્યો અને બાદમાં ધમકાવ્યો અને પૈસાની માગણી કરી, જેથી આ બનાવ બન્યો છે, માટે આ મામલે અમારે ન્યાય જોઈએ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *