પત્ની સાથે મશ્કરી બાદ નેપાળી યુવાનનો ફાંસો ખાઈ આપઘાત : શરીરે વિખોડીયાના નિશાન

રેલનગરનો બનાવ : બે મહિનાથી આંખમાં ઓછું દેખાતું હોવાથી આજે સિવિલમાં બતાવવા જવાનુ ‘તું શહેરના રેલનગર વિસ્તારમાં પત્ની સાથે મશ્કરી બાદ નેપાળી યુવાને ગળેફાંસો ખાઈ…

રેલનગરનો બનાવ : બે મહિનાથી આંખમાં ઓછું દેખાતું હોવાથી આજે સિવિલમાં બતાવવા જવાનુ ‘તું

શહેરના રેલનગર વિસ્તારમાં પત્ની સાથે મશ્કરી બાદ નેપાળી યુવાને ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. બે મહિનાથી આંખે ઓછું દેખાતું હોય આજે સિવિલમાં બતાવવાનું જવાનું હતું જો કે તે પહેલા સવારે તે મિત્રને ફોન કરી પૈસા માંગતો હોય જેથી પત્નીએ ફોન છીનવી લઈ મશ્કરી કરી હતી.બાદમાં તેણે આ પગલું ભરી લીધું હતું. જો કે મૃતકના શરીરે વિખોડીયા ભર્યાના નિશાન હોવાથી પોલીસે પેનલ પી.એમ.કરાવવા તજવીજ હાથ ધરી છે.

જાણવા મળતી વિગત મુજબ, રેલનગરમાં સાફી પાર્કમાં રહેતાં મયુર શ્રીપ્રસાદ રાણા (ઉ.30) નામના નેપાળી યુવાને આજે સવારે પોતાના ઘરે ઉપરના રૂમમાં પંખા સાથે ચુંદડી બાંધી ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. બનાવની જાણ થતાં પ્ર.નગર પોલીસે ઘટના સ્થળે દોડી જઈ જરૂરી કાર્યવાહી કરી મૃતદેહને પીએમ અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડી વધુ તપાસ હાથ ધરી છે.

પ્રાથમિક તપાસમાં મૃતક મયુર બે ભાઈ બે બહેનમાં નાનો અને તેને સંતાનમાં એક પુત્ર હોવાનું જાણવા મળ્યું છે. તે અગાઉ ડિલેવરીમેન તરીકે કામ કરતો હતો. બે મહિનાથી આંખમાં ઓછું દેખાતું હોય જેથી કામ કરતો ન હતો. આજે સિવિલમાં બતાવવા જવાનું હતું તે સવારે મિત્રને ફોન કરી રૂપિયા માંગતો હોય જેથી તેની પત્ની નિશાએ બીજા પાસે રૂપિયા કેમ માંગો છો ? તેમ કહી મશ્કરીમાં મોબાઈલ છીનવી લીધો હતો. જેથી તેણે ‘મારે મરી જવું છે’ તેમ કહ્યું હતું. જો કે પત્નીએ ‘આવું કેમ બોલો છો’ તેમ કહી તેણી ન્હાવા માટે જતી રહી હતી. પત્ની નાહીને બહાર નીકળતા પતિ રૂમમાં હોય અને દરવાજો બંધ હોય ખખડાવવા છતાં તે દરવાજો ખોલતો ન હોય જેથી પાડોશીને બોલાવી દરવાજો ખોલતાં તે લટકતી હાલતમાં મળી આવ્યો હતો. મૃતક મયુરના શરીરે વિખોડીયાના નિશાન હોવાથી પોલીસે પેનલ પીએમ કરાવવા તજવીજ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *