ભારત સામે હાર બાદ પાકિસ્તાનના ખેલાડીઓ વચ્ચે યુધ્ધ જેવું વાતાવરણ

T20 વર્લ્ડ કપમાં ભારત અને પાકિસ્તાનની મેચમાં જેટલા છગ્ગા અને ચોગ્ગા નથી લાગ્યા એટલા, હવે પાકિસ્તાનના ક્રિકેટરો એક બીજા પર ચોગ્ગા અને છગ્ગા મારી રહ્યાં…

T20 વર્લ્ડ કપમાં ભારત અને પાકિસ્તાનની મેચમાં જેટલા છગ્ગા અને ચોગ્ગા નથી લાગ્યા એટલા, હવે પાકિસ્તાનના ક્રિકેટરો એક બીજા પર ચોગ્ગા અને છગ્ગા મારી રહ્યાં છે. ક્રિકેટનુના મેદાન ઉપર હંમેશા ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ જેવુ વાતાવરણ રહે છે. પરંતુ હવે આ યુદ્ધ પાકિસ્તાની ક્રિકેટરોની છાવણીમાં જ ફાટી નીકળ્યું છે. T20 વર્લ્ડ કપના ગ્રુપ સ્ટેજમાં ભારતના હાથે 61 રનની કારમી હાર બાદ, પાકિસ્તાનના ભૂતપૂર્વ ખેલાડીઓ અને વર્તમાન ખેલાડીઓ વચ્ચે રીતસરનું વાકયુદ્ધ શરૂૂ થઈ ગયું છે.

પાકિસ્તાનના સ્ફોટક ક્રિકેટર શાહીદ આફ્રિદીએ, ભારત સામે મેચ હારતા જ એવુ નિવેદન કર્યું હતુ કે પાકિસ્તાનની ટીમમાંથા બાબર, શાહિન અને શાદાબને પડતા મૂકીને નવા યુવા ખેલાડીઓે તક આપવી જોઈએ. આફ્રિદીના આ નિવેદને સમગ્ર પાકિસ્તાનમાં ક્રિકેટ પ્રેમીઓમાં ભૂકંપ જેવી અશર કરી ગઈ.
વાસ્તવમાં, ભારતે T20 વર્લ્ડ કપમાં પાકિસ્તાનને 61 રનથી હરાવ્યું. આ હાર બાદ, ભૂતપૂર્વ પાકિસ્તાની મહાન શાહિદ આફ્રિદીએ કહ્યું કે બાબર આઝમ, શાહીન આફ્રિદી અને શાદાબ ખાન જેવા સિનિયર ખેલાડીઓને તેમના ખરાબ પ્રદર્શનને કારણે ટીમમાંથી દૂર કરવા જોઈએ.

શાદાબ ખાનને આ ટીકા ગમી નહીં. તેણે શાહિદ આફ્રિદીને વળતો જવાબ આપ્યો કે, આ ભૂતપૂર્વ ક્રિકેટરોએ તેમના સમયમાં ક્યારેય વર્લ્ડ કપમાં ભારતને હરાવ્યું નથી. અમે તો કમસે કમ 2021ના વર્લ્ડ કપમાં ભારતને હરાવ્યું તો હતું.

શાદાબે આફ્રિદી માટે કહેલા શબ્દો પાકિસ્તાનની ટીમના અન્ય સિનિયર ખેલાડીઓને મરચાની જેમ લાગી ગયા. પાકિસ્તાની ક્રિકટરોની ટીકા કરવાની ચર્ચા ત્યાં જ સમાપ્ત નથી થઈ. અન્ય, ભૂતપૂર્વ ખેલાડીઓએ પણ શાદાબ ખાન સામે શાબ્દિક રીતે તુટી પડ્યા. એકબીજાને સંભળાવતા રહ્યાં છે. પાકિસ્તાની ટીવી ચેનલ પર પોતાનો ગુસ્સો ઠાલવી રહ્યાં છે. પાકિસ્તાનના ફાસ્ટ બોલર, જે મેચ ફિક્સીગકાંડમાં સંડોવાયેલો હતો તેણે શેખી મારતા કહ્યું હતું કે, અમારાથી ટીમ ઈન્ડિયા ડરતી હતી.

આ નિવેદન બાદ દિગ્ગજ બોલર મોહમ્મદ આમિર અને ભૂતપૂર્વ ક્રિકેટર બાસિત અલીએ ભૂતપૂર્વ મહાન ખેલાડીઓની સિદ્ધિઓ પર સવાલ ઉઠાવતા ઓલરાઉન્ડર શાદાબ ખાનના નિવેદનની ટીકા કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *