ગુજરાતના ઇતિહાસમાં સૌથી મોટો દરોડો, 4 કરોડનો દારૂ ઝડપાયો

કચ્છના વડવાળા ગામે દારૂના કટિંગ વખતે સ્ટેટ મોનિટરીંગ સેલની ટીમ ત્રાટકી, 11 બૂટલેગર અને સપ્લાયર સહિત 23ના નામ ખુલ્યા: ત્રણ ટ્રક- એક યુટિલિટી સાથે બે…

કચ્છના વડવાળા ગામે દારૂના કટિંગ વખતે સ્ટેટ મોનિટરીંગ સેલની ટીમ ત્રાટકી, 11 બૂટલેગર અને સપ્લાયર સહિત 23ના નામ ખુલ્યા: ત્રણ ટ્રક- એક યુટિલિટી સાથે બે ઝડપાયા

રાજ્યના પોલીસ વડા કે.એન.એલ.રાવની કચ્છ મુલાકાત પહેલા જ ભૂજ તાલુકાના પધ્ધર પોલીસ મથક વિસ્તારમાં વિદેશી દારૂૂના કટિંગ વખતે સ્ટેટ મોનિટરિંગ સેલ (જખઈ)ની ટીમે દરોડો પાડી ગુજરાતના ઈતિહાસમાં સૌથી મોટો 4 કરોડના વિદેશી દારૂૂ ના જથ્થા સાથે બે શખ્સોની ધરપકડ કરી ત્રણ ટ્રક તેમજ એક યુટીલીટી સહીત વાહનો સાથે 5 કરોડનો મુદ્દામાલ કબજે કર્યો હતો. સ્ટેટ મોનીટરીંગ સેલની આ કાર્યવાહીને કારણે પોલીસ બેડામાં ફફડાટ જોવા મળી રહ્યો છે. આ દારૂૂનો જથ્થો કચ્છના 11 નામચીન બુટલેગરો મંગાવ્યો હતો જેમાં 11 બુટલેગર અને સપ્લાયર સહીત 23 શખ્સોના નામ ખુલ્યા છે. તમામની વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે.

મળતી માહિતી અનુસાર ભુજ નજીક વડવાળા ગામ સર્વે નં. 39 માં દારૂૂનું કટિંગ થતું હોવાની બાતમીને આધારે સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમે ગુપ્ત ઓપરેશન પાર પાડ્યું હતું. આ દરોડામાં ગુજરાતના ઈતિહાસમાં સૌથી મોટો કહી શકાય તેટલો 4 કરોડનો 56088 બોટલ વિદેશી દારૂૂ મળી આવ્યો હતો.આ દારૂૂના કટિંગ વખતે દરોડાથી નાસભાગ મચી ગઈ હતી. જેમાં ત્રણ ટ્રક એક યુટીલીટી પીકઅપ વાહન સાહિત 1 કરોડના વાહન મળી કુલ 5 કરોડનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમે કચ્છ રાપરના જસરામ જગા ભરવાડ અને મેઘપરના વિશાલ બિરેન કરમકમની ધરપકડ કરી હતી.

પુછપરછમાં કુલ્લ 23ને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા હતા. જેમાં નવજ્યોત ઉર્ફે નવઘણ રાજગોર મારાજ, અનોપસિંહ અભેસિંહ રાઠોડ, દેવેન્દ્ર,ગોપાલસિંહ બનેસિંહ વાઘેલા, હાર્દિક મારાજ,કલ્પેશ મારાજ તેમજ સપ્લાયર તરીકે હરિયાણાના મુસ્તફા ઉર્ફે રાહુલ ઉર્ફે સાથે વાહન નં. MP44HA0543 ના માલિક અને ડ્રાઇવર, વાહન નં. MP09HH4208 ના માલિક અને ડ્રાઇવર, વાહન નં. GJ 12 Z 1617 ના માલિક,વાહન નં. GJ 27 TT 9759 ના માલિક, વાહન નં. GJ 15 AV 8218ના માલિક, વાહન નં.GJ 12 BZ 4469 ના માલિક,નવઘણના 5 નોકરોને વોન્ટેડ જાહેર કર્યા છે. સ્ટેટ મોનીટરીંગ સેલના ડીઆઈજી નિર્લિપ્ત રાયની સુચના અને ઇન્ચાર્જ ડી.વાય.એસ.પી આર.જી.ખાંટના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ એસ.વી.ગરચર અને તેમની ટીમે કામગીરી કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *