એલસીબી, એસઓજી, કયુઆરટીની 10 ટીમો સાથે રાખી હાઇવે ઉપર અને ગુનેગારોના ઘરે ચેકિંગ, 7 વાહનો ડીટેઇન, 33 ગેરકાયદેસર વીજ કનેકશન કાપી નખાયા, ડ્રોન દ્વારા પણ સર્વેલન્સ
રાજકોટ જીલ્લામાં અસામાજિક તત્વો અને ગુનેગારો ઉપર પોલીસે સર્જીકલ સ્ટ્રાઈક કરી હતી. ગુનેગારો સામે પોલીસ એક્શન મોડમાં આવી હતી. અને જીલ્લામાં અલગ અલગ વિસ્તારમાં ડ્રોનથી સર્વેલન્સ અને મેગા કોમ્બિંગ કર્યું હતું જેમાં રાજકોટ ગ્રામ્ય એલ.સી.બી., એસ.ઓ.જી., કયુ.આર.ટી. સાથે વિંછીયા, જસદણ, આટકોટ અને ભાડલા પોલીસ સ્ટેશનના પોલીસ અધિકારીઓ તથા કર્મચારીઓ તેમજ મહિલા પોલીસ અધિકારી અને કર્મચારીઓની અલગ અલગ ટીમો તેમજPGVCLની કુલ-10 ટીમોને સાથે રાખી ચેકિંગ કર્યું હતું.
જેમાં 17 જેટલા ગુનેગારના રહેણાંક મકાનમાં સર્ચ કરવામાં આવેલ જે કાર્યવાહી દરમ્યાન ગેરકાયદેસર જણાયેલ કુલ 7 જેટલા વાહનો ડીટેઇન કર્યા હતા તેમજ પી.જી.વી.સી.એલ.ની ટીમો દ્રારા કુલ 33 જેટલા ગેરકાયદેસર વીજ જોડાણો કાપી દુર કરવામાં આવેલ જે ગેર કાયદેસર વીજ જોડાણો સબંધે આશરે 21 લાખ જેટલો દંડ કરવામાં આવેલ છે તેમજ ગેર કાયદેસરના ખેતીવાડીના ઉપયોગમાં લેવામાં આવેલ થ્રી-ફેઇઝ વીજ જોડાણમાં રહેલ આશરે 10 હજાર મીટર જેટલો કેબલ વાયર જપ્ત કરવામાં આવેલ છે. જીલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ વધુ સુદ્રઢ બનાવવા અને ટ્રાફિકની સમસ્યા હલ કરવા માટે રેંજ આઈજી અશોક કુમાર યાદવ તેમજ જીલ્લા પોલીસ વડા વિજયસિંહ ગુર્જરની સુચનાથી પોલીસ દ્વારા આજે વહેલી સવારથી જ મેગા ડ્રાઇવનું આયોજન કરવામાં આવ્યું હતું. જીલ્લાના અલગ અલગ ગામ અને શહેરમાં મુખ્ય માર્ગોથી લઈને રહેણાંક વિસ્તારો સુધી પોલીસે કડક ચેકિંગ હાથ ધર્યું હતું.
રાજકોટ ગ્રામ્ય એલ.સી.બી., એસ.ઓ.જી., કયુ.આર.ટી. સાથે વિંછીયા, જસદણ, આટકોટ અને ભાડલા પોલીસ સ્ટેશનના પોલીસ અધિકારીઓ તથા કર્મચારીઓ તેમજ મહિલા પોલીસ અધિકારી અને કર્મચારીઓની અલગ અલગ ટીમો તેમજPGVCLની ટીમે ચેકિંગ કર્યું હતું. તેમજ અલગ અલગ વિસ્તારોમાં પોલીસ દ્વારા ડ્રોન દ્વારા પણ સર્વેલન્સ કરવામાં આવ્યું હતું. ટ્રાફિકની સમસ્યાનું નિરીક્ષણ કરવા અને અવરોધ ઉભા કરતા વાહનોને ટ્રેક કરવા માટે ટેકનોલોજીનો સહારો લેવાયો હતો. પોલીસના કાફલાએ શહેરના સંવેદનશીલ અને ગીચ વિસ્તારોમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. વાહન ચેકિંગ દરમિયાન નિયમોનું ઉલ્લંઘન કરનારા ચાલકો સામે લાલ આંખ કરવામાં આવી હતી. ખાસ કરીને વાહનોમાં લગાડેલા કાળા કાચ દૂર કરાવી સ્થળ પર જ દંડની વસૂલાત કરવામાં આવી હતી. જિલ્લામાં કોમ્બીંગ કરી 17 જેટલા ગુનેગાર ઇસમોના રહેણાંક મકાને છાપા મારી સર્ચ કરવામાં આવેલ જે કાર્યવાહી દરમ્યાન ગેરકાયદેસર જણાયેલ કુલ-7 જેટલા વાહનો ડીટેઇન કરી કાયદેસર કાર્યવાહી કરવામાં આવેલ છે.
રાજકોટ રેન્જ આઈજી અશોક કુમાર યાદવ, જિલ્લાના પોલીસ અધિક્ષક વિજય સિંહ ગુર્જર તેમજ મદદનિશ પોલીસ અધિક્ષક જસદણ વિભાગ ડો. નવીન ચક્રવર્તીના માર્ગદર્શન હેઠળ કઈઇના ઙઈં વી.વી.ઓડેદરા સાથે પીએસઆઈ એચ.સી.ગોહિલ તેમજ કઈઇની ટીમ ઉપરાંત એસ.ઓ.જી. શાખાના પીએસઆઈ જી.જે.ઝાલા તથા એસ.ઓ.જીનો સ્ટાફ તેમજ ગ્રામ્ય કયુ.આર.ટી. ટીમના પીએસઆઈ એસ.વી.ચૌધરી તથા કયુ.આર.ટીની ટીમ , વિંછીયાના પી.આઈ એ.સી.ડામોર, આટકોટના પી.આઈ આર.એસ.સાંકળીયા,પીએસઆઈ એ.બી.કાકડીયા, એમ.બી.બારૈયા , ભાડલાના પી.આઈ કે.વી.પરમાર, જસદણના પીએસઆઈ એન.પી.ગોહિલ સાથેPGVCLના અધિકારીઓ સહિતનો સ્ટાફે કામગીરી કરી હતી.
