ગોંડલમાં ઉશ્કેરાયેલા પતિએ પત્નીને રસ્તા પર ઢસડી બેફામ માર માર્યો, વીડિયો વાયરલ

ગોંડલ માર્કેટિંગ યાર્ડ અને વેપાર-ઉદ્યોગ માટે જાણીતા ગોંડલ શહેરમાંથી માનવતાને લાંછન લગાડતી એક ઘટના સામે આવી છે. શહેરના વ્યસ્ત ગણાતા વિક્રમસિંહજી કોમ્પ્લેક્સ રોડ પર એક…

ગોંડલ માર્કેટિંગ યાર્ડ અને વેપાર-ઉદ્યોગ માટે જાણીતા ગોંડલ શહેરમાંથી માનવતાને લાંછન લગાડતી એક ઘટના સામે આવી છે. શહેરના વ્યસ્ત ગણાતા વિક્રમસિંહજી કોમ્પ્લેક્સ રોડ પર એક શખ્સે જાહેર માર્ગ પર જ પોતાની પત્નીને નિર્દયતાથી ઢસડી, ઢોર માર માર્યો હતો. આ સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થતાં ચકચાર મચી જવા પામી છે.

પ્રાપ્ત વિગતો અનુસાર, બજાર ખુલવાની તૈયારીમાં હતી, ત્યારે એક અજાણ્યો યુવાન વિક્રમસિંહજી કોમ્પ્લેક્સ રોડ પર ઉશ્કેરાયેલી હાલતમાં જોવા મળ્યો હતો. તેણે પોતાની જ પત્નીને રસ્તા પર પકડીને નિર્દયતાથી ઢસડવાનું શરૂૂ કર્યું હતું. મહિલા બચાવ માટે આજીજી કરતી રહી, પરંતુ પાશવી વૃત્તિ ધરાવતા આ શખસે લોકોની હાજરીમાં જ તેને બેફામ માર માર્યો હતો. પત્નીને માર માર્યા બાદ પણ આ શખસ શાંત થયો નહોતો. તે હાથમાં પથ્થર લઈને આસપાસના કોમ્પ્લેક્સ અને દુકાનોમાં ઘૂસી ગયો હતો.

ત્યાં હાજર વેપારીઓ અને ગ્રાહકોને અપશબ્દો બોલી ભારે આતંક મચાવ્યો હતો. જાહેર માર્ગ પર પથ્થર લઈને દોડા-દોડી કરતા આ શખસને જોઈ સ્થાનિક વેપારીઓમાં ફફડાટ વ્યાપી ગયો હતો. બજારના ધમધમતા રસ્તા પર કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી હોય તેવા દૃશ્યો સર્જાયા હતા. આ ભયાનક દૃશ્યો જોઈ હાજર લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. આ સમયે એક જાગૃત સામાજિક કાર્યકરે તાત્કાલિક પોલીસ કંટ્રોલ રૂૂમના નંબર 112 પર જાણ કરી હતી. ઘટનાની ગંભીરતાને સમજીને પોલીસે ત્વરિત કાર્યવાહી હાથ ધરી હતી અને જૂની કોર્ટ નજીકથી આતંક મચાવનાર શખસને દબોચી લીધો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *