યુવાનને પગમાં ત્રણ ફેકચર, પોલીસે ત્રણ શખ્સો સામે ગુનો નોંધ્યો, દંપતીના ઝઘડામાં વચ્ચે પડતાં હુમલો કરાયો
ત્રંબામાં રહેતાં હીરાઘસુ યુવાન અને તેના પિતા પાડોશીઓના ઝઘડામાં વચ્ચે પડયા હોઇ તેમની સાથે પણ પાડોશીઓએ ઝઘડો ચાલુ કરી લોખંડની કોશથી હુમલો કરી યુવાનનો પગ ભાંગી નાંખ્યો હતો. તેમજ પિતા-પુત્ર બંનેની આંખમાં મરચાની ભુકી ઉડાડવાની કોશિષ કરી માથે જતાં જાનથી મારી નાખવાની ધમકી આપતાં યુવાન સારવાર માટે દાખલ થતાં આજીડેમ પોલીસે ગુનો નોંધ્યો છે.
વધુ વિગતો મુજબ,ત્રંબામાં વડાળી રોડ પર રાધીકા સ્કૂલ પાસે રહેતાં અને હીરા ઘસવાની મજૂરી કરતાં બળદેવ ભુપતભાઇ બાવળીયા (ઉ.વ. 23)ની ફરિયાદ પરથી તેના જ ગામના ગોવિંદ રાયમલભાઇ, લખધીર અને રાયમલભાઇ વિરૂૂધ્ધ ફરિયાદ દાખલ કરી છે.બળદેવે જણાવ્યું છે કે હું પટેલ નગર સોરઠીયા વાડી ખાતે ઓમ ડાયમં ડમાં હીરા ઘસવાનું કામ કરુ છું અને માતા-પિતા તથા ભાઇ સાથે રહુ છું.
મારી સાથે મારા પિતા અને ભાઇ પણ હીરા ઘસવાનું કામ કરે છે. બુધવારે અમારા પાડોશી ધારીયાભાઈ દેવીપૂજક અને તેના નાનાભાઈ રાયમલભાઈના પરિવારજનો વચ્ચે કોઈ કારણે સવારથી અવારનવાર ઝઘડો ચાલી રહ્યો હતો. સાંજે ચારેક વાગ્યે પાડોશી ધારીયાભાઈ આ ઝઘડાથી કંટાળી તેમના મુળ ગામ વડાળી ખાતે જતા રહ્યા હતાં. આ વખતે તેના પત્નિ ઘર બહાર ઓટલા પર બેઠા હતાં. ત્યારે તેની સાથે ફરી બોલાચાલી થતા ધારીયાભાઈના પત્નિ મારા પિતા ભુપતભાઈ પાસે આવેલ અને મને બચાવો આ લોકોથી એવું કહેતા મારા પપ્પા તથા હું ઝઘડો બંધ કરાવવા વચ્ચે પડયા હતાં.
આ વખતે ગોવિંદ રાયમલભાઈ દેવીપૂજકે તેના હાથમાં કોશ હોઇ મારા ડાબા પગે ફટકારી દેતાં ગંભીર ઇજા થઇ હતી. તેમજ રાયમલનો ભત્રીજો લગધીર તથા રાયમલભાઈના હાથમાં લાલ મરચાની ભૂકી હોઈ મારા તથા મારા પિતા પર ઉડાડવાની કોશિશ ક રી હતી અને હવેથી અમારી બાબતમાં વચ્ચે પડશો તો જાનથી મારી નાખશું એવી ધમકી આપતાં અમે ત્યાંથી ભાગી ગયેલ અને બાદમાં મારા મિત્ર ચિરાગ ચુડાસમાએ 108 બોલાવતાં મને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. અહિ તબિબે નિદાન કરતાં ડાબા પગમાં ત્રણ જગ્યાએ ફેકચર થઇ ગયાનું જાણવા મળ્યું હતું. તેમ વધુમાં બળદેવે કહેતાં પીએસઆઇ પીઆઇ એ. બી. જાડેજા, લક્ષમણભાઇ મકવાણા સહિતે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
