પ્રધ્યુમન પાર્ક ઝૂના પ્રવેશ દરમાં ઝીંકાયો 150 ટકાનો વધારો

મનપાની આવતીકાલે સ્ટેન્ડિંગ કમિટીની બેઠક, કમિશનર વિભાગમાંથી 67 દરખાસ્ત મંજૂરી અર્થે રજૂ ચૂંટણી પહેલાં વધુમાં વધુ વિકાસના કામો થાય તે માટે તંત્રએ ધડોધડ ટેન્ડર પ્રક્રિયા…

મનપાની આવતીકાલે સ્ટેન્ડિંગ કમિટીની બેઠક, કમિશનર વિભાગમાંથી 67 દરખાસ્ત મંજૂરી અર્થે રજૂ

ચૂંટણી પહેલાં વધુમાં વધુ વિકાસના કામો થાય તે માટે તંત્રએ ધડોધડ ટેન્ડર પ્રક્રિયા શરૂ કરી

મહાનગરપાલિકાની સ્ટેન્ડીંગ કમીટીની બેઠક આવતીકાલે મળનાર છે. કમિશ્નર વિભાગમાંથી અલગ અલગ કામોના ખર્ચની 67 દરખાસ્ત રજૂ કરવામાં આવી છે. જે પૈકી પ્રધ્યુમન પાર્ક ઝૂ ના પ્રવેશ દ્વારમાં 150 ટકા સુધીનો વધારો ઝીંકવામાં આવશે. વર્ષોથી રૂા.10માં મળતી એન્ટ્રી હવે રૂા.50માં પડશે તેવી જ રીતે ટૂંક સમયમાં શરૂ થનાર લાયન્સ સફારી પાર્કના પ્રવેશ દર પણ નકકી કરવામાં આવ્યા છે. આ બન્ને દરખાસ્ત કાલની સ્ટેન્ડીંગમાં મંજુર કરવામાં આવશે. બાળકોને નિશુલ્ક પ્રવેશની સાથોસાથ વિદેશી વ્યક્તિને તોતીંગ ચાર્જ ચુકવવો પડશે.

મનપાને સ્ટેન્ડીંગ કમીટીની બેઠકમાં રજૂ થયેલ દરખાસ્ત પૈકી મનપાની મિલકતના રક્ષણ માટે સિકયોરિટી ગાર્ડ પુરા પાડવાની દરખાસ્ત ફરી વખત મુકવામાં આવી છે. તેવી જ રીતે જુદી જુદી શાખાઓમાં પગાર ધોરણમાં સુધારો કરવાની સ્ટેન્ડીંગ દરખાસ્ત કાલની સ્ટેન્ડીંગમાં રજુ કરાઈ છે. તથા કનકનગર શાક માર્કેટને રિનોવેશન કરવાની તથા ફાયર વિભાગ માટે 11 નગ એસી અને નોન એસી એમ્બ્યુલન્સ ખરીદવા તથા પેડક રોડને ગૌરવ પંથ બનાવવા તથા બાંધકામ વિભાગમાં એકઠા થયેલ સ્ક્રેપનો નિકાલ કરવા તથા આજી નદી પર બેડીપરાનું બેઠુ નાલુ બનાવવા તથા રાજકમલ ફાટકથી હાઈવે પરના રોડને ડિઝાઈન રોડ બનાવવા તથા રહેણાંક હેતુ માટે પ્રાપ્ત થયેલ અલગ અલગ પ્લોટની હરરાજી કરવા અને પ્રાણી ઉધ્ધાનના પ્રવેશ દરમાં વધારો કરવા અને અલગ અલગ વિભાગનાં કર્મચારીઓને ખાસ કિસ્સામાં અપાતી આર્થિક તબીબી સહાય મંજુર કરવા સહિતની દરખાસ્ત રજૂ કરવામાં આવી છે.

નવી 11 એમ્બ્યુલન્સની ખરીદી કરાશે
મનપા દ્વારા વસ્તી વધવાની સાથે માંગમા વધારો થતાં નવી 11 એમ્બ્યુલન્સ ખરીદવા માટેનો નિર્ણય લઈ ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ કરી દરખાસ્ત સ્ટેન્ડીંગમાં રજૂ કરવામાં આવી છે. જેમાં છ નગ નોન એસી કિ.રૂા.16,50,000 તેમજ પાંચ નગ એ.સી. કિ.રૂા.18,50,000 સહિત 11 એમ્બ્યુલન્સ ખરીદવામાં આવશે. જેનો કુલ ખર્ચ રૂા.1.85 કરોડ થશે. આ ભાવ ઓટો ક્ધસલ્ટન્ટના મુદદ્દે નક્કી કરવામાં આવ્યા છે.

પેડક રોડ 31.48ના બદલે 43.83 કરોડના ખર્ચે ગૌરવપથ બનશે
મનપા દ્વારા શહેરના રાજપથ માર્ગો અને ગૌરવપથ માર્ગોમાં વધારો કરવા માટે અગાઉ વોર્ડ નં.5માં આવેલ પેડક રોડને ગૌરવપથ તરીકે ડેવલોપ કરવાનો નિર્ણય લીધો હતો ત્યારબાદ ટેન્ડર પ્રક્રિયા હાથ ધરવામાં આવેલ પરંતુ બે બે વખત ટેન્ડર ભરવા છતાં એક પણ એજન્સીએ હાથ ન જાલના રિ-ટેન્ડર બાદ બેકબોન ક્ધસ્ટ્રકશન પ્રા.લી.અને પેલીકન ઈન્ફાપ્રોજેકટ એમ બે કંપનીએ ટેન્ડર ભરેલ જે પૈકી બેકબોન ક્ધસ્ટ્રકશન પ્રા.લી. સાથે 18 ટકા વધુ ભાવથી સહમતી સાધી એલ-1 જાહેર કરેલ અને હવે રૂા.43.83 કરોડના ખર્ચે ગૌરવપથનું કામ આપવામાં આવશે.

આજી નદી પર બેડીપરાનો નવો પુલ બનશે

વોર્ડ નં.4માં આજી નદી પર કેશરી પુલની નીચે જમણી બાજુએ બેડીપરાનો બેઠુ નાલુ છે તેની જગ્યાએ નવો ઉંચો પુલ બનાવવાનો નિર્ણય લેવાયા બાદ ટેન્ડર પ્રક્રિયા હાથ ધરવામાં આવેલ રૂા.33.61 લાખ એસ્ટીમેન્ટની સામે 32 ટકા ઓનથી ભાવ આવતાં નાછુટકે આ પુલનું કામ રૂા.52.60 લાખમાં આપવાનો નિર્ણય લઈ સ્ટેન્ડીંગ કમીટીની બેઠકમાં દરખાસ્ત રજુ કરવામાં આવી છે.

કર્મચારીઓના પગાર વધારાની દરખાસ્ત ફરી મુકાઈ
મહાનગરપાલિકામાં અલગ અલગ વિભાગમાં ફરજ બજાવતાં કુલ 75 અધિકારીઓ અને કર્મચારીઓના પગાર સુધારા અંગેની દરખાસ્ત ગત સ્ટેન્ડીંગમાં પેન્ડીંગ રાખવામાં આવેલ જેનો અભ્યાસ કર્યા બાદ ફરી વખત દરખાસ્ત રજુ કરવામાં આવી છે. જેમાં ચીફ ફાયર ઓફિસર, ઝુ સુપ્રીટેન્ડેન્ટ, ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસર, લેબર ઓફિસર, લો ઓફિસર, સેનિટેશન ઓફિસર 6, સેનેટરી ઈન્સ્પેકટર 37, સુપ્રીન્ટેન્ડન્ટ જન્મ મરણ વિભાગ 3 અને સફાઈ સુપરવાઈઝ 23 સહિત 75 કર્મચારીઓનો પગાર વધારો સંભવત: કાલની સ્ટેન્ડીંગમાં મજુર કરવામાં આવશે.

કાનૂની વિવાદ છતાં 6 પ્લોટ વેચવા દરખાસ્ત કરાઈ
મહાનગરપાલિકા દ્વારા તળીયા ઝાટક તિજોરી ભરવા 7 પ્લોટ હરરાજીથી વેચવાનો નિર્ણય લીધો હતો. તારીખ અને સમય નક્કી થયા બાદ બે પ્લોટમાં કાનૂની વિવાદ ઉભો થતાં એસ્ટેટ વિભાગે ગત માસેે અમીન માર્ગ 150 ફુટ રીંગ રોડના કોર્નરના પ્લોટની હરરાજી કરી હતી. પરંતુ તેમાં પણ વિઘ્ન આવ્યું હોવાનું જાણવા મળેલ છે છતાં હરરાજીમાં બાકી રહી ગયેલ સવન સિગ્નેટની સામે રૈયા રોડ રાજકોટ. અમીન માર્ગ 150 ફુટ રીંગ રોડ રાજકોટ, મહાત્મા ગાંધી ટાઉનશીપની પાછમ, ફિલ્ડ માર્શલ રોડ 150 ફુટ રીંગ રોડ રાજકોટ, કલ્યાણામ પાર્ટી પ્લોટની સામે, એચ.સી.જી.હોસ્પિટલ રોડ, 150 ફુટ રીંગ રોડ, રાજકોટ, પંચવટી સોસા.ની પાસે, એચ.પી.પેટ્રોલ પંપની સામે, રાજકોટ, પુનમ હોલની સામે રાજકોટ મોરબી રોડ, ભકિત પાર્ક સોસાયટીની સામે, સાધુ વાસવાણી કુંજ રોડ, રેલનગર વિસ્તાર, રાજકોટ સહિતના પ્લોટની હરરાજી માટે દરખાસ્ત રજુ કરવામાં આવી છે.

લાયન સફારી પાર્ક પ્રવેશદરની વિગત
1. 3 વર્ષથી નીચેના બાળકો નિ:શુલ્ક
2. 3 વર્ષથી વધુ ઉંમરની વ્યક્તિ રૂા.100
3. પરદેશી વ્યક્તિ રૂા.600
4. દિવ્યાંગ વ્યક્તિ નિ:શુલ્ક
5. વિદ્યાર્થી જૂથ (પ્રતિવ્યક્તિ) રૂા.50
6. લાયન સફારી પાર્ક અને ઝૂ બન્ને રૂા.130
7. લાયન સફારી પાર્ક અને ઝૂ બન્ને પરદેશી વ્યક્તિ રૂા.800

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *