સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુંની સૂચના અને નાયબ પોલીસ અધિક્ષક એસ. એસ. ભદોરીયાના માર્ગદર્શન હેઠળ ચોટીલા પોલીસે પ્રોહિબિશનની પ્રવૃત્તિઓ ડામવા કાર્યવાહી કરી છે. ભીમગઢ ગામની સીમમાં રેઈડ દરમિયાન પોલીસે ₹4.81 લાખની કિંમતની 1750 નંગ વિદેશી દારૂૂની બોટલો સાથે એક શખ્સને ઝડપી પાડ્યો છે. તે દરમિયાન પોલીસ કોન્સ્ટેબલ આલાભાઈ વીરાભાઈ રોજીયાને ચોક્કસ બાતમી મળી હતી. આ હકીકતના આધારે પોલીસે તાત્કાલિક દરોડો પાડ્યો હતો.
સ્થળ પર તપાસ કરતા ખેતરના મકાન પાસે પડેલા શેરડીના સૂકા પાંદડાના ઢગલા નીચેથી પ્લાસ્ટિકની કંપની સીલબંધ વિદેશી દારૂૂની કુલ 1750 બોટલો મળી આવી હતી. આ દારૂૂના જથ્થાની કુલ કિંમત ₹4,81,250 આંકવામાં આવી છે. પોલીસે સ્થળ પરથી હરેશભાઈ ડાયાભાઈ ડાભી (ઉંમર 35) ને ઝડપી પાડ્યો હતો. તેની પૂછપરછ દરમિયાન જાણવા મળ્યું કે, અજયભાઈ રમેશભાઈ જાપડીયા નામના શખ્સે આ દારૂૂનો જથ્થો સાચવવા માટે હરેશભાઈને ₹20000/- ભાડું આપવાનું કહી જથ્થો ઉતરાવ્યો હતો. આ કેસમાં ઝડપાયેલ આરોપી હરેશભાઈ ડાયાભાઈ ડાભી (રહે. ભીમગઢ, ખેરડીના માર્ગવાળી સીમ, ચોટીલા) છે.
જ્યારે અજયભાઈ રમેશભાઈ જાપડીયા (રહે. ભીમગઢ, તા. ચોટીલા) હાજર નહીં મળી આવતા તેને વોન્ટેડ જોર કરવામાં આવ્યો છે. આ સફળ કામગીરીમાં પોલીસ ઇન્સ્પેક્ટર જે.એન. સોલંકી, પીએસઆઈ બી.એન. ગલચર, હેડ કોન્સ્ટેબલ વલ્લભભાઈ હીરાભાઈ ખટાણા, કોન્સ્ટેબલ આલાભાઈ વીરાભાઈ રોજીયા, દિલીપભાઈ બહાદુરભાઈ માંજરીયા, નરેન્દ્રસિંહ સુરૂૂભા પરમાર, સરદારસિંહ જગાભાઈ બારડ અને ડ્રાઈવર પોલીસ કોન્સ્ટેબલ ભરતભાઈ ધનજીભાઈ માલકીયાની ટીમ દ્વારા આ ગણનાપાત્ર કેસ શોધી કાઢવામાં આવ્યો છે.
