રાજકોટ શહેરના જામનગર રોડ પર આવેલા મેડિકલ પી.જી હોસ્ટેલમાં રહેતા મૂળ સુરેન્દ્રનગરના સિવિલ હોસ્પિટલના રેસિડેન્ટ ડોક્ટર શાહનુબેન કરીમભાઇ ગોવાણી (ઉ.વ.28) ના રૂૂમ નંબર 524 માંથી કોઈ અજાણ્યા તસ્કરે સોનાના દાગીના રૂૂ.1.55 લાખની ચોરી કરી લઇ જતા પ્ર. નગર પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.
સાહનુબેને જણાવ્યું હતું કે,હું તા.16/02ના સવારના મારી નોકરી સીવીલ હોસ્પીટલમા હોઈ જેથી હુ મારી નોકરીએ ગયેલ હતી અને મેડીકલ પી.જી હોસ્ટેલ રૂૂમ.524 પાંચમો માળ રુડા બીલ્ડીંગ પાસે રહેતી હોય જે રૂૂમ ની સાફ સફાઈ કરવાની હોય જેથી મે મારા રૂૂમનો દરવાજો ખુલ્લો રાખેલ હતો અને દરવાજા ને આગળીયો મારેલ હતો અને હુ મારી નોકરી એ જતી રહેલ હતી અને બાદ બપોરના કલાક એક વાગ્યાની આસપાસ મારી નોકરી પુરી થતા હુ મારા રૂૂમ ખાતે આવેલ અને મારા રૂૂમનો દરવાજો ખોલતા જોયેલ તો મારા રૂૂમના કબાટનો દરવાજો ખુલ્લો હતો.
એમા પડેલ તનીષ્કની બેગ બહાર પડેલ હતી જેથી મે કબાટમા અંદર જોયુ તો મારા કબાટમા પડેલ સોનાના દાગીના જેમા સોનાની બુટી એક જોડી કુલ નંગ 02 આશરે 05 ગ્રામ વજનની જેની કીમત રૂૂ 75,000/-, સોનાનુ નેકલેશ નંગ 01 આશરે 03 ગ્રામ જેની કીમત રૂૂ 25,000/-સોનાનુ બ્રેસલેટ 18 કે રેટ નંગ-1 આશરે 07 ગ્રામ જેની કીમત રૂૂ 35,000/- સોનાની રીંગ નંગ 01 આશરે 2 ગ્રામ જેટલા વજનની જેની કીં આશરે રૂૂ.20,000/- જેટલી થાય તે તમામ સોનાના દાગીના મારા કબાટમા જોવા મળેલ નહી જેથી આશરે 1,55,000/-ના સોનાના દાગીનાની ચોરી થયાની ફરિયાદ નોંધાવી હતી.
