અફઘાન સરકારે 947 પાકિસ્તાની વિદ્યાર્થીઓને સ્વદેશ જતાં રોકયા

પાકિસ્તાન સરકારે આજે એની સંસદમાં કબુલાત કરી હતી કે પાડોશી દેશ અફઘાનિસ્તાને સરહદ બંધ કરી દીધી હોવાથી બન્ને દેશો વચ્ચેનો વ્યવહાર ઠપ્પ થયેલો છે ને…

પાકિસ્તાન સરકારે આજે એની સંસદમાં કબુલાત કરી હતી કે પાડોશી દેશ અફઘાનિસ્તાને સરહદ બંધ કરી દીધી હોવાથી બન્ને દેશો વચ્ચેનો વ્યવહાર ઠપ્પ થયેલો છે ને તેમાં અફઘાનિસ્તાનમાં અભ્યાસ કરતાં પાકિસ્તાની 947 વિદ્યાર્થીઓ ફસાઈ ગયા છે, જેઓને સ્વદેશ આવવા માટે વિઝા આપવાનો તાલિબાન સરકારે સ્પષ્ટ ઈન્કાર કરી દીધો છે, છતાં પાકિસ્તાનના વિદેશ મંત્રાલય દ્વારા પ્રયાસ જારી રાખવામાં આવ્યા છે.

પાક.ના સંસદીય બાબતોના પ્રધાન ડો.તારીક ચૌધરીએ સભ્યોને કહ્યું હતું કે 1100 પાકિસ્તાની વિદ્યાર્થીઓ પોતાની રીતે વિમાન માર્ગે પાકિસ્તાન પાછા ફરી ગયા છે પરંતુ ત્યાર પછી એકાએક જ અફઘાન સરકારે વિઝા અટકાવતાં બાકી રહેલા 947 વિદ્યાર્થી-વિદ્યાર્થિનીઓ ફસાઈ ગયા છે, જેઓ અફઘાનિસ્તાનની વિવિધ કોલેજોમાં અભ્યાસ કરી રહ્યાં છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *