કોર્પોરેશનનું બુધવારે બજેટ બોર્ડ : 11 દરખાસ્ત રજૂ

સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં ગઇકાલે મંજૂર થયેલ રૂા.3604.90 કરોડના બજેટનો ઠરાવ બોર્ડમાં સર્વાનુમતે મંજૂર કરાશે મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીમાં ગઇકાલે ડ્રાફટ બજેટમાં સુચવવામાં આવેલ તમામ કરબોજ રદ…

સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં ગઇકાલે મંજૂર થયેલ રૂા.3604.90 કરોડના બજેટનો ઠરાવ બોર્ડમાં સર્વાનુમતે મંજૂર કરાશે

મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીમાં ગઇકાલે ડ્રાફટ બજેટમાં સુચવવામાં આવેલ તમામ કરબોજ રદ કરી વધારાની નવી 23 યોજનાઓ સાથે 9 કરોડના કદ વધારા સાથેનુ 3604.90 કરોડનુ બજેટ સર્વાનુ મતે મંજૂર કરવામાં આવ્યુ હતુ અને હવે ઠરાવ તૈયાર કરી 11 દરખાસ્તા સાથે આગામી બુધવારના રોજ જનરલ બોર્ડમાં રજૂ કરી સર્વાનુ મતે મંજૂર કરવામાં આવશે. જેની અમલવારી 1 એપ્રિલથી શરૂ થશે.

મહાનગરપાલિકાનુ બજેટ બોર્ડ આગામી બુધવારના રોજ મળશે સ્ટેન્ડિંગમાં મંજૂર થયેલ બજેટનો એજન્ડા રજૂ કરશે. જેમાં 11 દરખાસ્ત મુકવામાં આવી છે. મુખ્યત્વે દરખાસ્ત મુજબ નીચે જણાવેલ કામો માટે મ્યુનિસિપલ કોર્પોરેશન કચેરીમાં બીજે માળે આવેલ રમેશભાઈ છાયા સભાગૃહમાં રાખવામાં આવેલ છે. -જેમાં સમયસર હાજરી આપવા સર્વે સભ્યઓને આથી જાણ કરવામાં આવે છે.

ધી જી.પી.એમ.સી. એક્ટ 1949ની કલમ-94 હેઠળ રજુ કરવાના થતા રાજકોટ મહાનગરપાલિકાના સને2022-23, 2023-24 અને 2024-25 ના આવક-ખર્ચના વાર્ષિક હિસાબો (National Municipal Accounts Manualની ગાઇડ લાઇનને અનુરૂૂપ)તથા ડિજિટલાઇઝડ ફોર્મમાં જાળવેલા આનુષંગીક રેકર્ડ/દસ્તાવેજો/વાઉચર્સવગેરેને મંજુરી આપવા તથા ઉક્ત વર્ષો દરમ્યાન કરવામાં આવેલ રોકાણો તથા લેવામાં આવેલ ધિરાણોને મંજૂરી આપવા તેમજ ધી જી.પી.એમ.સી. એક્ટ 1949ની કલમ-95 મુજબ મહાનગરપાલિકાનું નાણાકીય વર્ષ 2025-26નું રિવાઈઝડ અંદાજપત્ર તેમજ નાણાકીય વર્ષ2026-27નું અંદાજપત્ર મંજુર કરવા અંગે,
આગામી નાણાંકીય વર્ષ 2026-27 માટે સામાન્ય કર અને શિક્ષણ ઉપકર નિયત કરવા અંગે. આગામી નાણાંકીય વર્ષ 2026-27 માટે પાણી દર નિયત કરવા અંગે.

આગામી નાણર્ણાકીય વર્ષ 2026-27 માટે ડોર ટુ ડોર ગાર્બેજ કલેકશન ચાર્જ નિયત કરવા અંગે. આગામી નાણાંકીય વર્ષ 2026-27 માટે ખુલ્લા પ્લોટ ઉપરનો ટેક્ષ નિયત કરવા અંગે. આગામી નાણાંકીય વર્ષ 2026-27 માટે વાહન કર નિયત કરવા અંગે. આગામી નાણાંકીય વર્ષ 2026-27 માટે થિએટર ટેક્ષ નિયત કરવા અંગે. આગામી નાણાંકીય વર્ષ 2026-27 માટે મિલકત વેરામાં વળતર યોજના અમલી કરવા અંગે. આગામી નાણાંકીય વર્ષ 2026-27 માટે ઓનલાઇન પેમેન્ટમાં વળતર આપવા અંગે. આગામી નાણાકીય વર્ષ 2026-27 માટે એન્વાયરમેન્ટ ચાર્જ નિયત કરવા અંગે. નગર પ્રાથમિક શિક્ષણ સમિતિનું નાણાંકીય વર્ષ 2026-27નું વાર્ષિક અંદાજપત્ર મંજુર કરવા સહિતની દરખાસ્ત રજૂ થશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *