બીગ બજાર અને અમીન માર્ગ કોર્નર પર બનશે ફૂટ બ્રિજ

પીપીપી ધોરણે રૂા.12 કરોડના ખર્ચે તૈયાર થનાર બંન્ને ફૂટ બ્રિજની પાંચ વર્ષ મેન્ટેનન્સ સહિતની જવાબદારી એજન્સીની રહેશે, મહાનગરપાલિકા ફક્ત જગ્યા આપશે રાજકોટ શહેરમાં અનેક મુખ્યમાર્ગો…

પીપીપી ધોરણે રૂા.12 કરોડના ખર્ચે તૈયાર થનાર બંન્ને ફૂટ બ્રિજની પાંચ વર્ષ મેન્ટેનન્સ સહિતની જવાબદારી એજન્સીની રહેશે, મહાનગરપાલિકા ફક્ત જગ્યા આપશે

રાજકોટ શહેરમાં અનેક મુખ્યમાર્ગો ઉપર ડિવાઇડરના કારણે રોડ વચ્ચે ગેબ ઓછા આપવામાં આવ્યા છે. જેના લીધે પગપાળા જતા શહેરીજનોએ ના છૂટકે સર્કલ ફરીને પોતાના સ્થાને પહોંચ્વુ પડે છે. જેના નિરાકરણ માટે શહેરમાં આ પ્રકારના 150 ફૂટ રીંગરોડ તેમજ અન્ય રાજમાર્ગો પર ફૂટઓવરબ્રિજ બનાવવાનુ આયોજન કરવામાં આવ્યુ છે. જેમાં પ્રારંભીક ધોરણે બે બ્રિજને મંજૂરી આપવામાં આવી છે. 150 ફૂટ રીંગરોડ ઉપર બીગબજાર સર્કલ અને અમીન માર્ગ કોર્નર ઉપર રૂા.12 કરોડના ખર્ચે પીપીપી ધોરણે બ્રિજ તૈયાર કરી એજન્સીને પાંચ વર્ષ માટે મેન્ટેનન્સ સહિતની જવાબદારી સાથે સોંપવામાં આવશે.

મહાનગરપાલિકા દ્વારા શહેરના અલગ અલગ ટ્રાફિકથી ધમધમતા ડિવાઇડરો ઉપર ફૂટ ઓવરબ્રિજ બનાવવા તરફ પ્રયાણ કર્યુ છે. આ પ્રોજેકટ અંતર્ગત પ્રથમ 150ફૂટ રીંગરોડ ઉપર કે જયા પગપાળા શહેરીજનોનો વધુ ટ્રાફિક રહે છે. તેવા બીગબજાર સર્કલ ખાતે 1 ફૂટ ઓવર બ્રિજ બનાવવા ટેન્ડર પ્રક્રિયા હાથ ધરી છે. તેવી જ રીતે અમીન માર્ગ તરફથી આવતા શહેરીજનોને કાલાવડ રોડ તરફ જવા માટે બીગબજાર સર્કલ થઇને ફરવુ પડતુ હોય અમીન માર્ગ રોડના કોર્નર ઉપર એક ફૂટ ઓવર બ્રિજ બનાવવા માટે ટેન્ડર પ્રક્રિયા હાથ ધરાઇ છે.

મનપાના બાંધકામ ખાતામાંથી પ્રાપ્ત થયેલ વિગત મુજબ 150 ફૂટ રીંગરોડ પર બીગબજાર સર્કલ અને અમીન માર્ગ કોર્નર પર રૂા.12 કરોડના ખર્ચે બે ફૂટ ઓવર બ્રિજ બનાવવામાં આવશે. આ બંન્ને પ્રોજેકટ સંપૂર્ણ પણ પીપીપી ધોરણે હાથ ધરાશે. એજન્સીને બંન્ને સ્થળ ઉપર જગ્યા ફાળવવામાં આવશે. ત્યારબાદ એજન્સી દ્વારા ફૂટ ઓવર બ્રિજ તૈયાર કરી પાંચ વર્ષ માટે મેન્ટેનન્સ કરવાનુ રહેશે. એજન્સી દ્વારા બંન્ને ફૂટ ઓવર બ્રિજ પર 22 ગ્રેન્ટ્રી હોર્ડિંગ તથા બેનર લગાવી આવક ઉભી કરવામાં આવશે. હાલ બંન્ને બ્રિજ માટે ટેન્ડર પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે અને નવા બજેટમાં મોટાભાગના પ્રોજેકટ પીપીપી હેઠળ આવરી લેવામાં આવતા બંન્ને ફૂટ ઓવર બ્રિજનું પણ પીપીપી ધોરણે શરૂ કરવામાં આવશે. તેમ જાણવા મળેલ છે.

સ્વામિનારાયણ મંદિર ખાતેનો ફૂટ બ્રિજ આજે પણ અધ્ધરતાલ

મનપા દ્વારા 150 ફૂટ રીંગરોડ બીગબજાર સર્કલ અને અમીન માર્ગ કોર્નર પર બે ફૂટ બ્રિજ બનાવવાની જાહેરાત કરી ટેન્ડર પ્રક્રિયા હાથ ધરાઇ છે. પરંતુ સતત ટ્રાફિકથી ધમધમતા અને વધુ વધુ લોકો પગપાળા રોડ ક્રોસ કરી જતા હોય છે. તેવા કાલાવડ રોડ ઉપર સ્વામીનારાયણ મંદિર સામે ફૂટ બ્રિજ બનાવવાની અગાઉ અનેક વખત જાહેરાત કરવામાં આવી છતા આજ સુધી બ્રિજ ન બનતા પગપાળા વૈશાલી નગર જવામાં શહેરીજનોએ ના છૂટકે કોટેચા સર્કલ ફરવ મજબૂર થવુ પડે છે. આથી સ્વામીનારાયણ મંદિર ખાતે ફૂટ ઓવર બ્રિજ બનાવી ડિવાઇડર નો ગેબ વાહન ચાલકો માટે ખોલવામાં આવે તેવી ત્રીવ માંગ ઉઠવા પામી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *