મોરબીના જોધપર નદી ગામમાં એસીડ પી આધેડનો આપઘાત

મોરબીના જોધપર નદી ગામમાં આધેડને પગનાં પળિયાની બીમારી હોય જેનાથી કંટાળી તેમણે એસીડ પી લેતા સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાનન તેમનું…

મોરબીના જોધપર નદી ગામમાં આધેડને પગનાં પળિયાની બીમારી હોય જેનાથી કંટાળી તેમણે એસીડ પી લેતા સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાનન તેમનું મોત નીપજ્યું હતું. મળતી વિગતો મુજબ જોધપર નદી ગામમાં પગનાં પળિયાની બીમારીથી કંટાળી સંજયભાઈ માધવદાસ દેવમુરારી નામના આધેડે એસીડ પી લીધું હતું. તાત્કાલિક તેમને સારવાર માટે રાજકોટ સરકારી હોસ્પિટલ ખાતે લઇ જવામાં આવ્યા હતા, જ્યાં ચાલુ સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું.

યુવાનનું અકાળે મોત
મોરબીના પાવળીયારી કેનાલ પાસે આવેલ કારખાનાની લેબર કોલોનીમાં કોઈ કારણોસર યુવાનનું મોત નીપજ્યું હતું. મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. મળતી માહિતી મુજબ પાવળીયારી કેનાલ પાસે આવેલ લીમોજા સિરામિક કારખાનાની લેબર કોલોનીમાં કોઈ કારણોસર પોતાના ઓરડામાં જ ધર્મેન્દ્ર પ્રભુલાલ જંશવત નામના યુવાનનું મોત નીપજ્યું હતું. મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

ફાંસો ખાઇ યુવાનનો આપઘાત
મોરબીના લગધીરપુર રોડ પર આવેલ ઓક્ટીવા સિરામિકના લેબર કારખાનાની લેબર કોલોનીમાં રહેતા રામઅવતાર રામનિવાસ પાલ નામના શ્રમિકે કોઈ અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ લેતા તેનું મોત નીપજ્યું હતું. મોરબી તાલુકા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *