પાણીવેરો, ડોર ટુ ડોર ગાર્બેજ કલેકશન અને ભૂગર્ભ કનેકશનમાં કમિશનર દ્વારા સૂચવાયેલ ભાવ વધારો નામંજૂર
અંતિમવિધિનો ખર્ચ મનપા ભોગવશે, મિલકત વેરા વળતર યોજના મંજૂર વ્યાજમાફી યોજનાની મુદ્દતમાં વધારો
જામનગર મહાનગરપાલિકા ની આજે મળેલી સ્ટેન્ડિંગ કમિટી ની બેઠક માં કમિશનર દ્વારા સૂચવેલા રૂૂપિયા 9 કરોડ 10 લાખ ના કર દર વધારા ની દરખાસ્ત ના મંજૂર કરવામાં આવી હતી.
જામનગર મહાનગર પાલિકા સ્ટેન્ડીંગ કમિટીની બેઠક આજે સોમવારે ચેરમેન નિલેશ બી. કગથરા ના અધ્યક્ષ સ્થાને મળેલ હતી. તેમાં કુલ 11 સભ્યો ઉપરાંત મેયર વિનોદભાઈ ખીમસૂર્યા, ડે. મેયર ક્રિષ્નાબેન સોઢા, કમિશ્નર ડી.એન.મોદી, સીટી એન્જીનીયર ભાવેશભાઈ જાની, ઇચા. આસી. કમિશ્નર (ટે.) જીજ્ઞેશ નિર્મલ વગેરે ઉપસ્થિત રહ્યા હતા. કમિશનર દ્વારા આગામી વર્ષ માટે કરદર વધારાની રૂૂપિયા 9 કરોડ 10 લાખ ની રજૂ કરાયેલ દરખાસ્ત ને સમિતિએ ના મંજૂર કરી હતી.અને સને 2025-26 ના મંજુર થયેલ કરદર અને ચાર્જીસ યથાવત રાખવા નો નિર્ણય લેવાયો હતો.
વર્ષ 2006 પહેલા ની (તા. 31-03-2006 સુધી ની રેન્ટ બેઈઝ પદ્ધતિ મુજબની) મિલ્કત વેરા તથા વોટર ચાર્જની બાકી રકમ ઉપર 100 ટકા વ્યાજ માફી આપવા જાહેર થયેલ ’વ્યાજ માફી યોજના’ની મુદતમાં વધારો કરવા સૂચવેલ છે. આગામી સાલ 2026-2027 માટે ગુજરાત સરકાર ધ્વારા વ્યવસાય વેરાના વ્યાજ માટે ગુજરાત સરકાર ના નાણાં વિભાગના નોટીફીકેશન મુજબ વ્યાજનો દર 18 ટકા ના બદલે 12 ટકા ઠરાવાયેલ હોય તે મુજબ મિલકત વેરા અને પાણી ચાર્જ માટે પણ અમલવારી કરવા મંજૂર કરાયુ હતું . તે મુજબ મિલ્કત વેરા અને પાણી ચાર્જ માટે પણ અમલવારી કરવા સૂચવેલ છે.. જે દરખાસ્તની વિગતે મંજુર કરવામાં આવ્યું છે.
વધુમાં, આગામી તા. 13-02-2026 થી તા. 31-03-2026 સુધીમાં તમામ બાકી રકમો એકી સાથે ભરપાઈ કરી આપે તેને વ્યાજમાં 100 ટકા વ્યાજ અને પેનલ્ટીમાં માફી આપવા નિર્ણય લેવાયો છે.જે હાઉસ ટેક્સ, વોટર ટેક્સ, વ્યવસાય વેરો, કારખાના લાયસન્સ, દુકાનના ચડત ભાડા સહિત તમામ પ્રકારના ટેક્સ અને ચાર્જીસને લાગુ પડશે. રીબેટ ની અલગ-અલગ કેટેગરી ની જગ્યા એ રીબેટમાં સામાન્ય કરદાતાઓ 10 ટકા , સીનીયર સીટીઝન 15 ટકા એમ માત્ર બે જ કેટેગરી કરી રીબેટ ના સમયગાળા દરમિયાન પ્રથમ 30 દિવસ માટે નિયત થયેલ દરે રીબેટ અને ત્યાર બાદ પ ટકા ના ઘટાડા સાથે રીબેટ આપવાનું સુચન ના મંજુર કરવામાં આવ્યું હતું. તેમજ સને 2025-26 માં જે તે કેટેગરીવાઇઝ આપવામાં આવેલ રીબેટ મુજબ સને 2026-27 ના વર્ષ માટે 45 દિવસને બદલે 60 દિવસ સુધી આપવાનું મંજુર કરવામાં આવ્યું હતું.
સામાન્ય કરદાતાઓ સીનીયર સીટીઝન , શારીરીક ખોડખાપણ ધરાવતી વ્યક્તિઓ ,બી.પી.એલ. કાર્ડધારક વિધવાઓ, ક્ધયા છાત્રાલય, માજી સૈનિકો, સ્વાતંત્ર્ય સેનાનીઓ અને શહીદો ની વિધવાઓ, અનાથાશ્રમ, વૃદ્ધાશ્રમ, અપંગ આશ્રમ અને અંધાશ્રમ માટે એમ જ રાખવામાં આવશે . ઓનલાઈન ટેકસ /વોટર ચાર્જીસ ભરનારા કરદાતાઓ ને 2 ટકા અને વધુમાં વધુ રૂૂા. 250 ની જગ્યાએ 1 ટકા અને વધુમાં વધુ રૂૂા. 150 આપવા સૂચન પણ ના મંજુર કરી તેમજ સને 2025-26 મુજબ સને 2026-27 ના વર્ષ માટે ડીસ્કાઉન્ટ 2 ટકા અને વધુમાં વધુ રૂૂા. 250 આપવાનું મંજુર કરાયું હતું. નગર પ્રાથમિક શિક્ષણ સમિતિને મ્યુનિ. કોર્પોરેશનના ફાળા પેટે રૂૂા. 25 કરોડ તથા શાળા ફર્નીચર માટે, શાળા ના મકાનના રીપેરીંગ માટે, શાળાના નળ-લાઈટ ફીટીંગ માટે, વિજ્ઞાન ભવન અને રમત-ગમત સંકુલ માટે તેમજ પ્રાથમિક શિક્ષણ આનુસંગીક કામો માટે કેપીટલ બજેટમાં રૂૂા. 2.10 કરોડ સહિત કુલ રૂૂા. 27.10 કરોડની જોગવાઈ કરવામાં આવેલ છે.
જામનગર મહાનગરપાલિકા સંચાલિત વી.એમ. મહેતા મ્યુનિ. આર્ટસ એન્ડ કોમર્સ કોલેજને મહાનગરપાલિકા તરફ થી રૂૂા. 15 લાખ ફાળવવા ની જોગવાઈ કરવામાં આવી છે. સને 2026-27 માટે કમિશ્નર દ્વારા રૂૂા. 1860 કરોડનું બજેટ રજુ કરવામાં આવેલ તે અન્વયે સ્ટેન્ડીંગ કમિટીએ સુધારા-વધારા સાથે રૂૂા. 1854.10 કરોડ ના બજેટ ને મંજુરી આપી છે. રણમલ તળાવ ફુડ કોર્ડમાં 5 જેટલા ફૂડ કોર્ટ ખાલી હોય 5 ડી કે 7ડી થીયેટર, મીરર ઈમેજ જેવી આનંદ પ્રમોદની વ્યવસ્થા સહેલાણીઓ માટે કરવા અંગે આનુસંગીક કાર્યવાહી ત્વરીત કરવાની રહેશે.
જામનગર શહેરના એસ.ટી.પી. પ્લાન્ટમાંથી 70 એમ.એલ.ડી. ટ્રીટેડ પાણી દરીયામાં છોડવામાં આવે છે. જેના માટે રાજય સરકાર ના જીએસએફસી. પ્લાન્ટ સીકકા તથા થર્મલ પાવર સ્ટેશન સીકકા દ્વારા 70 એમ.એલ.ડી. ટર્શરી ટ્રીટેડ વોટર લેવા માટે તૈયાર હોય, જેમા માટેના પ્લાન્ટનો પ્રોજેકટ રીપોર્ટ તૈયાર કરીને સરકાર માં સબમીટ કરીને મહાનગરપાલિકાને દર વર્ષે સારી રેવન્યુ જનરેટ થાય તે માટે પબ્લીક પ્રાઇવેટ પાર્ટનરશીપ ધોરણે અથવા રાજય / કેન્દ્ર સરકાર ની કોઈ યોજનામાં સમાવેશ કરવા અને સૈધ્ધાંતિક સ્વીકાર કરવાની દરખાસ્ત રાજય સરકાર ને મોક્લવા અંગે આનુસંગીક કાર્યવાહી ત્વરીત કરવાની રહેશે.તેવી સૂચના કરવામાં આવી છે.
રદ કરેલ વધારાનો બોજ
વ્હીકલ ટેકસ રૂૂ.0.30 કરોડ, વોટર ચાર્જ રૂૂ.1.25 કરોડ, સોલીડ વેસ્ટ કલેકશન ચાર્જ રૂૂ.2.50 કરોડ., એન્વાયરમેન્ટ ઈમ્પ્રુવમેન્ટ/ગ્રીનરી ચાર્જ રૂૂા. 0.90 કરોડ ફાયર ચાર્જીસ રૂૂ.90 કરોડ , સ્ટ્રીટ લાઈટ યુસેજ ચાર્જ રૂૂ.3 કરોડ અન્ય કર-દર રૂૂ.0.25 કરોડ મળી કુલ રૂૂા. 9.10 કરોડ ના વધારો રદ કરવા માં આવ્યો છે.અને સને 2025-26 ના મંજુર થયેલ કરદર અને ચાર્જીસ યથાવત રાખવામાં આવે છે.
