જંગલેશ્ર્વરમાં વૈકલ્પિક વ્યવસ્થાની કોઈ જોગવાઈ નથી: કલેક્ટરની સ્પષ્ટ વાત

હાઈકોર્ટના આદેશનું સ્પષ્ટ પાલન કરવામાં આવશે રાજકોટના જંગલેશ્વર ડિમોલિશન પર ગુજરાત હાઈકોર્ટે 3 મહિના માટે રોક લગાવી દેતા 35000 લોકોએ રાહતનો શ્વાસ લીધો છે. 27…

હાઈકોર્ટના આદેશનું સ્પષ્ટ પાલન કરવામાં આવશે

રાજકોટના જંગલેશ્વર ડિમોલિશન પર ગુજરાત હાઈકોર્ટે 3 મહિના માટે રોક લગાવી દેતા 35000 લોકોએ રાહતનો શ્વાસ લીધો છે. 27 જાન્યુઆરીએ 1358 પરિવારોને ઘર ખાલી કરી દેવા નોટિસ ફટકારવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે હાઇકોર્ટે 202ની નોટિસ રદ કરી નથી પણ ગુજરાત રેવન્યુ ટ્રિબ્યનલમાં જવા જણાવ્યું છે આ અંગે સ્પષ્ટતા કરતા જિલ્લા કલેક્ટર ઓમ પ્રકાશે જણાવ્યું છે કે, સરકારી જમીન પર થયેલા દબાણો મામલે હાઇકોર્ટના આદેશનું ચુસ્તપણે પાલન કરવામાં આવશે. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, સરકારી જમીન પર કરવામાં આવેલા દબાણો માટે વૈકલ્પિક વ્યવસ્થા પૂરી પાડવાની હાલ કોઈ જોગવાઈ નથી.

કલેક્ટરના જણાવ્યા અનુસાર, હાઇકોર્ટે અસરગ્રસ્તોને ગુજરાત રેવન્યુ ટ્રિબ્યુનલ (GRT) માં અપીલ કરવા માટે ત્રણ મહિનાની મુદ્દત આપી છે.જ્યાં સુધી GRT માં આ મામલે નિર્ણય પ્રક્રિયા ચાલુ છે, ત્યાં સુધી વહીવટી તંત્ર કોઈ પગલાં લેશે નહીં.GRT ના નિર્ણય બાદ જે તે દિશામાં આનુષંગિક કાર્યવાહી હાથ ધરવામાં આવશે.હાઇકોર્ટે વહીવટી તંત્રને કોઈ ખાસ સૂચના નથી આપી, પરંતુ દબાણકર્તાઓને પોતાની રજૂઆત કરવાની તક આપી છે.

જંગલેશ્વરમાં મોટા પાયે સરકારી જમીન પર દબાણ હોવાનું કલેક્ટરે સ્વીકાર્યું હતું. વૈકલ્પિક વ્યવસ્થાની માંગણીઓ પર તેમણે સ્પષ્ટ કર્યું કે સરકારી જમીન પરના દબાણો માટે વૈકલ્પિક વ્યવસ્થા આપવાની કોઈ કાયદાકીય જોગવાઈ નથી.સરકારી જગ્યાઓ પર ખૂબ મોટી સંખ્યામાં દબાણો હોય છે, તેથી દરેકને વૈકલ્પિક વ્યવસ્થા આપવી વ્યવહારુ રીતે શક્ય નથી. વહીવટી તંત્ર હવે GRT ના આગામી આદેશો અને હાઇકોર્ટના નિર્દેશો મુજબ આગળની કાર્યવાહી કરવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *