કોરિયાના ફાઈટર જેટ નું જામનગર એરફોર્સમાં ઉતરાણ

જામનગર ના એરફોર્સ રન-વે ઉપર કોરીયન એરફોર્સ ના વિમાનો નું થોડીવાર માટે ઉતરાણ થયુ હતું. જામનગર એરફોર્સ દ્વારા કોરીયા રિપબ્લિક એરફોર્સ ટુકડી ને લેન્ડીંગ અને…

જામનગર ના એરફોર્સ રન-વે ઉપર કોરીયન એરફોર્સ ના વિમાનો નું થોડીવાર માટે ઉતરાણ થયુ હતું. જામનગર એરફોર્સ દ્વારા કોરીયા રિપબ્લિક એરફોર્સ ટુકડી ને લેન્ડીંગ અને ટેકનીકલ ની પરવાનગી આપવામાં આવી હતી.
દક્ષિણ કોરિયાની એરફોર્સની પ્રખ્યાત એરોબેટિક ટીમ ’બ્લેક ઈગલ્સ’ ટીમ 9 ટી 50 બી વિમાનો જામનગર એરફોર્સ પર ઉતર્યા હતા. સૂત્રોના જણાવ્યા અનુસાર, સાઉથ કોરિયાની ’બ્લેક ઈગલ્સ’ ટીમના 9 ફાઈટર જેટ અને 1 ટ્રાન્સપોર્ટ વિમાને સાઉદી અરેબિયા જતા રસ્તામાં જામનગર એરફોર્સ સ્ટેશન પર વિસામો લીધો હતો. 31 જાન્યુઆરી થી 1 ફેબ્રુઆરી દરમિયાન રોકાયેલા આ કાફલા ને ભારતીય વાયુસેના એ ફ્યુલ અને ટેકનિકલ મદદ પૂરી પાડી હતી.

આ કાફલાએ આરામ અને ઈંધણ ભરવા માટે જામનગરમાં ટ્રાન્ઝિટ હોલ્ટ (વચગાળાનો વિરામ) લીધો હતો. આ 9 ટી-50 ગોલ્ડન ઈગલ વિમાનો સાઉદી અરેબિયા જઈ રહૃાા છે. આ ટીમ ફેબ્રુઆરીના પ્રથમ સપ્તાહમાં રિયાધમાં યોજાનારા ’વર્લ્ડ ડિફેન્સ શો 2026’ માં પોતાનું શાનદાર એરોબેટિક પ્રદર્શન રજૂ કરશે. સપોર્ટ સ્ટાફને લઈ જતું એક સી-130 ટ્રાન્સપોર્ટ પ્લેન પણ આ કાફલા સાથે ઉડી રહૃાું હતું, જ્યારે અન્ય બે સી-130 વિમાનો રાત્રે પાછળથી જોડાવાના હતા.

દક્ષિણ કોરિયન એરફોર્સના જવાનો સહિતની આ ટીમ રવિવારે સવારે નાગપુર પહોંચી હતી. નાગપુરથી ઉડ્યા બાદ આ ટીમ જામનગરમાં આવી પહોંચી હતી. ભારતીય વાયુસેના (આઈએએફ) એ આ ટીમને ઉતરાણ, ટેકનિકલ સુવિધાઓ, કસ્ટમ્સ અને ઈમિગ્રેશન માટે સંપૂર્ણ સહયોગ પૂરો પાડ્યો હતો. આ ટીમ 31 જાન્યુઆરીથી 1 ફેબ્રુઆરી 2026 દરમિયાન નાગપુર એરફોર્સ સ્ટેશન પર રોકાઈ હતી.

આ વિમાનો લાંબા અંતર સુધી સતત ઉડી શકતા ન હોવાથી, રસ્તામાં અલગ-અલગ એરપોર્ટ પર રોકાણ કરે છે. અહેવાલો મુજબ, આ કાફલાએ જાપાનમાં પણ ઈંધણ ભરવા માટે વિરામ લીધો હતો. જાપાનમાં બ્લેક ઈગલ્સને રિફ્યુલિંગ સપોર્ટ મળ્યો હોય તેવું આ પ્રથમ વખત બન્યું છે, જે બંને દેશો વચ્ચેના સુધરતા સંબંધોનો સંકેત આપે છે. નોંધનીય છે કે, ગયા વર્ષે જાપાન દ્વારા રિફ્યુલિંગની મનાઈ કરવાને કારણે આ ટીમ દુબઈ એર શોમાં ભાગ લઈ શકી ન હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *