શ્યામાપ્રસાદ આર્ટ ગેલેરી ખાતે ગીરના વન્યજીવોના ફોટાનું પ્રદર્શન યોજાયું

શહેરના રેસકોર્સ સ્થિત ડો. શ્યામા પ્રસાદ મુખર્જી આર્ટ ગેલેરી ખાતે ગીરની પ્રકૃતિ, પર્યાવરણ અને વન્યજીવોની દુર્લભ ક્ષણોને કંડારતું એક વિશિષ્ટ ફોટો પ્રદર્શન યોજાયું હતું. મૂળ…

શહેરના રેસકોર્સ સ્થિત ડો. શ્યામા પ્રસાદ મુખર્જી આર્ટ ગેલેરી ખાતે ગીરની પ્રકૃતિ, પર્યાવરણ અને વન્યજીવોની દુર્લભ ક્ષણોને કંડારતું એક વિશિષ્ટ ફોટો પ્રદર્શન યોજાયું હતું. મૂળ ધારીના વતની અને નિવૃત્ત શિક્ષક એવા અદભુત તસવીરકાર અજીતભાઈ ભટ્ટ દ્વારા ગીરના જંગલોમાં પરિભ્રમણ કરીને કેમેરામાં કેદ કરવામાં આવેલી તસવીરોએ રાજકોટવાસીઓને મંત્રમુગ્ધ કર્યા હતા.

ગત રવિવાર, 1 ફેબ્રુઆરી 2026ના રોજ સવારે 10:00 કલાકે ગુજરાત ટુરિઝમના પૂર્વ ડાયરેક્ટર અને પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડના પૂર્વ ઉપાધ્યક્ષ રાજુભાઈ ધ્રુવ દ્વારા દીપ પ્રાગટ્ય કરી આ પ્રદર્શન ખુલ્લું મુકવામાં આવ્યું હતું. આ પ્રસંગે અતિથિ વિશેષ તરીકે આકાશવાણી રાજકોટના ઓજસ મકોડી, લોક વિજ્ઞાન કેન્દ્રના ડાયરેક્ટર ડો. રમેશ ભાયાણી, ડો. વી.ડી. બાલા , ભરતભાઈ સુરેજા, કિશોરભાઈ કોટેચા, પ્રફુલભાઈ જોશી, કિરીટભાઈ શુકલ, ઉમેશભાઈ અને કમલેશભાઈ ભટ્ટ સહિતના કલા અને પર્યાવરણ પ્રેમીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રદર્શનમાં એશિયાઈ સિંહના વિવિધ અંદાજ ઉપરાંત તૃણાહારી પ્રાણીઓ, રંગબેરંગી પક્ષીઓ અને અનેક પ્રકારના પતંગિયાઓની એવી તસવીરો રજૂ કરવામાં આવી હતી જે ગીરના જંગલમાં રૂૂબરૂૂ જવા છતાં પણ જોવા મળવી મુશ્કેલ હોય છે.

અજીતભાઈની છાયા-પ્રકાશના સંયોજન અને વન્ય જીવોની વર્તણૂકને સમજવાની એકાગ્રતા દરેક તસવીરમાં ઝળકતી હતી. આજના યુવાનો ને પર્યાવરણ અને વન્ય સંસ્કૃતિ ને સમજાવવાનો એક પ્રયાસ આજે સેલ્ફી અને રિલ બનાવવાના ચક્કર માં આપણી વન્ય પ્રાણીઓ પર્યાવરણ પ્રત્યે જાગૃતિ ભૂલી ગયા છીએ ત્યારે એક આ પ્રયાસ વાઈલ્ડ લાઈફ ને વધુ પ્રોત્સાહિત કરવાનું આ કાર્ય ફોટોગ્રાફી પ્રદશન મારફત લોકો સુધી જાગૃતિ સ્વરૂૂપે પોહ્ચે એવા ઉદ્દેશ્ય સાથે કલા ને પણ આગળ વધારવા નો એક પ્રયાસ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *