રાજુલા શહેરમાં બર્બટાણા તાલુકો રાજુલા જે ટેકાના ભાવે મગફળીનું વેચાણ કરેલ હોય જેના રૂૂપિયા 1,65,000 રોકડા ભુરા જે રાજુલા સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા કૃષિ શાખા રાજુલા માં જમા થયેલ હોય તે પૈસા ઉપાડી કાપડની થેલીમાં રાખી અને બર્બટાણા જવા માટે નીકળેલા ત્યારે આ રકમ રાજુલા ટાઉન વિસ્તારમાં આ રકમ ભરેલી થેલી પડી ગયેલ હતી આ બાબતે તાત્કાલિક તેમણે રાજુલા પોલીસની જાણ કરી અને સાથે જણાવ્યું કે મારા આ રૂૂપિયા આખા વર્ષની કમાઈ અને મહેનતના છે.
આ શબ્દો સાંભળતા જ રાજુલા શહેરના જાબાજ નવા નિમાયેલા પી.આઇ કોલાદરા ની સુચના અને માર્ગદર્શન નીચે રાજુલા પોલીસ સ્ટાફને બનાવ સમયના સી.સી.ટી.વી કેમેરા ચેક કરવા અને આ અરજદારના ખોવાયેલ મગફળી વેચાણની રોકડ રકમ અપાવા રાજુલા પોલીસની ટીમને માર્ગદર્શન આપેલ ત્યારે રાજુલા ઇન્ચાર્જ વી એમ વાળા તથા પોલીસ કોન્સ્ટેબલ અમિતભાઈ તુલસીભાઈ મકવાણા શંભુભાઈ લાભુભાઈ વાઘેલા તથા સમગ્ર પોલીસ સ્ટાફે રાજુલા ટાઉન વિસ્તારમાં પૂછપરછ શરૂૂ કરી અલગ અલગ વિસ્તારના સીસીટીવી ફૂટેજો તેમજ વુમન સ્ત્રોત ઊભા કરી અને માહિતી મેળવતા એક અજાણી મહિલા પડી ગયેલી થેલી લઇ અને રીક્ષામાં બેસતી સી.સી ટીવી માં નજરે પડેલ તે આધારે આ રીક્ષા ચાલકને શોધી અને તેની પૂછપરછ કરતા તેઓએ આ મહિલાને રાજુલાના હિંડોરણા ગામે ઉતારેલ હોવાની માહિતી મેળવી ત્યારે રાજુલા પોલીસ હિંડોરણા ગામે જઈ અને મહિલાની તપાસ કરતા તેઓ પાસે પૈસા ભરેલી થેલી હોવાનું જણાયેલ અને આ થેલીમાં રોકડા રૂૂપિયા 1,65,000 જે રકમ હમીરભાઈ રામજીભાઈ કાતરીયા હોવાની ખરાઈ કરી અને રાજુલા પોલીસે તેઓને આ રકમ પરત કરેલ ત્યારે ખાસ વિશેષ વાત એ છે કે અમરેલી જિલ્લાના જુદા જુદા પોલીસ સ્ટેશન વિસ્તારમાં લોક ભાગીદારી થી સી.સી.ટીવી કેમેરાઓની મદદથી હુમન સ્ત્રોતના આધારે અરજદાર હમીરભાઇના રોકડા રૂૂપિયા 1,65,000 ભરેલ થેલી પરત શોધી આપી અને ત્યારે રાજુલા પોલીસે “પોલીસ પ્રજાનો મિત્ર છે “તે સૂત્રને આજે રાજુલા પોલીસે સાર્થક કરી બતાવ્યું ત્યારે અરજદાર હમીરભાઈ કાતરીયા એ પણ રાજુલા પોલીસનો આભાર વ્યક્ત કર્યો હતો
