મવડી ખાતે શનિવારથી દીપકભાઇની પ્રશ્ર્નોત્તરી સત્સંગ અને જ્ઞાનવિધિ

જ્યાં જીવનને સરળ બનાવવાના હેતુથી ઊભી કરેલી આધુનિક જીવનશૈલી જ જીવનને વધારે જટિલ બનાવી રહી છે, જ્યાં પુણ્યને બદલે પૈસા કમાવાની પ્રાયોરીટી વધુ છે, સહકારનું…

જ્યાં જીવનને સરળ બનાવવાના હેતુથી ઊભી કરેલી આધુનિક જીવનશૈલી જ જીવનને વધારે જટિલ બનાવી રહી છે, જ્યાં પુણ્યને બદલે પૈસા કમાવાની પ્રાયોરીટી વધુ છે, સહકારનું સ્થાન સ્પર્ધાએ લીધું છે, ભણતર જ્યાં ભારરૂૂપ છે અને કુટુંબ એ ક્લેશનું કારખાનું છે. તેવા આ યુગમાં સુખી થવાના હેતુથી માણસે જે કંઈ મેળવવા દોટ મૂકી છે તે ઝાંઝવાના જળ જેવું ભાસી રહ્યું છે. જીવમાત્રની સુખની શોધનો અંત ત્યારે જ આવે છે જ્યારે શાશ્વત સુખની પ્રાપ્તિ થાય છે અને આ શાશ્વત સુખની પ્રાપ્તિ માત્ર પોતાના સાચા સ્વરૂૂપની ઓળખાણ થયા પછી જ શક્ય છે.

જ્ઞાની પુરુષ પરમ પૂજ્ય દાદા ભગવાને જગતના લોકો સુખ અને શાંતિને પામે એવી એકમાત્ર ભાવનાથી કળયુગમાં અજોડ એવું આધ્યાત્મિક વિજ્ઞાન ખુલ્લું કર્યું, જે અક્રમ વિજ્ઞાનના નામથી પ્રસિદ્ધ થયું. અક્રમવિજ્ઞાન પોતાના ખરા સ્વરૂૂપની પ્રાપ્તિના પાયા પર આધારિત છે. જ્ઞાનીપુરુષની કૃપાથી માત્ર બે જ કલાકમાં જ્ઞાનવિવિના વૈજ્ઞાનિક પ્રયોગ દ્વારા પોતાના સાચા સ્વરૂૂપની ઓળખાણ શક્ય બને છે અને આત્માનો અનુભવ થાય છે. ત્યાર બાદ ગમ્મે તેવા સંજોગોના દબાણમાં હું શુદ્ધ-આત્મા છું એ પ્રતીતિ ખસતી નથી. અને તેથી જ જીવનમાં આધિ, વ્યાધિ કે ઉપાધિના સંજોગોમાં પણ સમાધિનો અનુભવ થઈ શકે છે. આ અનોખું વિજ્ઞાન રોજબરોજના સાંસારિક પ્રશ્નો ઉકેલવા વ્યવહારિક ચાવીઓ પણ પૂરી પાડે છે.

વિશ્વભરમાં આજે લાખો લોકો આ કળિકાળના આશ્ચર્યસમા દાદા ભગવાનના અલૌકિક અક્રમ વિજ્ઞાન દ્વારા જીવન જીવવાની સાચી સમજણ પ્રાપ્ત કરી નિરંતર આનંદમા રહેતા રહેતા મોક્ષ માર્ગ પર પ્રગતિ કરી રહ્યા છે. દુનિયાના બધા જ મનુષ્યો આ જ્ઞાન પ્રાપ્ત કરી દુ:ખોથી મુક્ત થાય એ જ ભાવનાથી આત્મજ્ઞાની પૂજ્ય દીપકભાઈના સત્સંગ અને જ્ઞાનવિધિ કાર્યક્રમોનું આયોજન દેશ-વિદેશના વિભિન્ન શહેરોમાં કરવામાં આવે છે.
રાજકોટવાસીઓના પુણ્યોદયે પૂજ્ય દીપકભાઇ 7 થી 9 ફેબ્રુઆરી દરમિયાન રાજકોટના સત્સંગ પ્રવાસે આવી રહ્યા છે. આ ત્રણ દિવસના મુકામ દરમિયાન પૂજ્યશ્રી મવડી ખાતે આવેલ ઇન્ડોર સ્ટેડિયમ સામેના ઓપન ગ્રાઉન્ડમાં સત્સંગ કરશે. સત્સંગ કાર્યક્રમ અંતર્ગત 7 અને 9 ફેબ્રુઆરી (શનિ અને સોમ) સાંજે 7 થી 10 પ્રશ્નોત્તરી સત્સંગનું આયોજન કરવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે આ સત્સંગ કાર્યક્રમમાં કોઈ પણ વ્યક્તિ સત્સંગના વિષયને લગતા અથવા તો પોતાને મુંઝવતા તમામ વ્યવહાર, ધર્મ કે અધ્યાત્મ સંબધિત પ્રશ્નોના સમાધાન પૂજ્યશ્રી પાસેથી મેળવી શકે છે.

રવિવારે 8 ફેબ્રુઆરીના સાંજે 5 થી 8.30 દરમ્યાન આત્મસાક્ષાત્કાર પામવા માટેનો અદભૂત ભેદજ્ઞાન પ્રયોગ “જ્ઞાનવિધિ” યોજવામાં આવશે. આ અમૂલ્ય સત્સંગ કાર્યક્રમ નિ:શુલ્ક છે અને તેનો લાભ દરેક ધર્મ/સંપ્રદાયના લોકો લઈ શકે છે. વિવિધ ટીવી ચેનલ્સ પર સત્સંગ કાર્યક્રમ નિહાળતા રાજકોટ અને આસપાસના જિલ્લાઓના લાખો જીજ્ઞાસુઓ માટે પૂજ્ય દીપકભાઈને પ્રત્યક્ષ જોવા-સાંભળવાનો આ એક સુવર્ણ અવસર હશે. આપ વધુ માહિતી વેબસાઈટ ૂૂૂ.મફમફબવફલૂફક્ષ.જ્ઞલિ પરથી મેળવી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *