ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ હસ્તે આણંદ જિલ્લાના ભાદરણ મુકામેથી સમગ્ર રાજ્યમાં કુલ-2666 નવીન ગ્રામ પંચાયત ભવનોના ઇ-ખાતમુહૂર્ત તથા 114 ગામોમાં ‘મુખ્યમંત્રી ગ્રામોત્થાન યોજના’નો પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ રાજ્યકક્ષાના કાર્યક્રમ સાથે જામનગર જિલ્લાનું જિલ્લા કક્ષાનું આયોજન હર્ષદપુર મુકામે ટુ-વે કનેક્ટિવિટીના માધ્યમથી યોજાયું હતું. જે અંતર્ગત જામનગર જિલ્લાની કુલ 66 ગ્રામ પંચાયત ભવનોનું ખાતમુહૂર્ત સંપન્ન થયું હતું. આ ઉપરાંત વર્ષ 2025-26માં ‘મુખ્યમંત્રી ગ્રામોત્થાન યોજના’ હેઠળ 10,000 થી વધુ વસ્તી ધરાવતી અને નગરપાલિકામાં ન ભળેલ હોય તેવી ગ્રામ પંચાયતોમાં શહેર જેવી સુવિધાઓ વિકસાવવાના ભાગરૂૂપે, જામનગર જિલ્લાની લાલપુર અને જોડીયા ગ્રામ પંચાયતના કુલ રૂૂ. 1070 લાખના વિકાસલક્ષી કામો મંજૂરી અર્થે સરકારમાં મોકલવામાં આવ્યા છે.
હર્ષદપુર ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી મેયબેન ગરસર, જામનગર ગ્રામ્યના ધારાસભ્ય શ્રી રાઘવજીભાઈ પટેલ અને જિલ્લા વિકાસ અધિકારી શ્રી અંકિત પન્નુની પ્રેરક ઉપસ્થિતિ રહી હતી. આ પ્રસંગે નાયબ જિલ્લા વિકાસ અધિકારી શ્રી વી.આર.માંકડીયા, તાલુકા વિકાસ અધિકારીશ્રી, જિલ્લા પંચાયત ઉપપ્રમુખ શ્રી હસમુખભાઈ કણજારીયા, જિલ્લા ભાજપ અધ્યક્ષ ડો. વિનોદ ભંડેરી, પૂર્વ અધ્યક્ષ રમેશભાઈ, બાંધકામ સમિતિના ચેરમેન પ્રવિણાબેન ચભાડીયા, જિલ્લા પંચાયત સભ્ય જગદીશભાઈ સાંગાણી, માર્કેટિંગ યાર્ડના ચેરમેન મુકુંદભાઈ સભાયા અને મહામંત્રી દિલીપભાઈ ભોજાણી ઉપસ્થિત રહ્યા હતા.
આ ઉપરાંત ઉપપ્રમુખ નાથાભાઈ વાસકીયા, રામજીભાઈ પરમાર, જિલ્લા ભાજપ મંત્રી કુમારપાલસિંહ રાણા, ભાનુબેન જેપાલ, ભનુભાઈ ચૌહાણ, કાનજીભાઈ પરમાર, ગીરીરાજસિંહ જાડેજા, શૈલેષ સાવલિયા, હર્ષદપુરના સરપંચ મુકેશભાઈ તથા માર્કેટિંગ યાર્ડના ડાયરેક્ટર જમનભાઈ ભંડેરી સહિતના મહાનુભાવોની હાજરીમાં આ વિકાસ કાર્યોનો પ્રારંભ થયો હતો.
આ પ્રસંગે ધારાસભ્ય શ્રી રાધવજીભાઈ પટેલે જણાવ્યું હતું કે ગામડું એ ભારતનો આત્મા છે અને પંચાયત ઘર જેવી પાયાની સુવિધાઓથી ગ્રામીણ વિકાસ વધુ સુદ્રઢ બનશે. હર્ષદપુર સિવાય અન્ય તાલુકા મથકો પર પણ 65 જેટલા ગ્રામ પંચાયત ઘરોનું ખાતમુહૂર્ત કરીને ગ્રામ્ય ઉત્થાનની આ પહેલને વેગ આપવામાં આવ્યો હતો.
