સાયકલોનીક ટર્ફ એક્ટિવ થતા રાજ્યમાં તાપમાનનો પારો 5 સે.ઉચકાયો, ઠંડી ગાયબ

રાજ્યભરમાં છેલ્લા કેટલાક દિવસોથી પડી રહેલી કડકડતી ઠંડીમાંથી હવે લોકોને આંશિક રાહત મળી છે. રાજ્યના હવામાનમાં આવેલા પલટાને કારણે વિવિધ શહેરોના લઘુતમ તાપમાનમાં 3 થી…

રાજ્યભરમાં છેલ્લા કેટલાક દિવસોથી પડી રહેલી કડકડતી ઠંડીમાંથી હવે લોકોને આંશિક રાહત મળી છે. રાજ્યના હવામાનમાં આવેલા પલટાને કારણે વિવિધ શહેરોના લઘુતમ તાપમાનમાં 3 થી 5 ડિગ્રીનો નોંધપાત્ર વધારો નોંધાયો છે, જેના પરિણામે ઠંડીનું જોર ઘટ્યું છે.

હવામાન વિભાગના તાજા આંકડાઓ મુજબ, રાજ્યના મોટાભાગના શહેરોમાં લઘુતમ તાપમાનનો પારો ઊંચકાયો છે. ખાસ કરીને જે વિસ્તારોમાં હાડ થીજવતી ઠંડી પડતી હતી, ત્યાં હવે વાતાવરણમાં ગરમાવો અનુભવાઈ રહ્યો છે.

હંમેશા રાજ્યનું સૌથી ઠંડુ શહેર રહેતા નલિયામાં પણ તાપમાનનો પારો 12.5 ડિગ્રી પર પહોંચ્યો છે, જે અગાઉના દિવસોની સરખામણીએ ઘણો વધારે છે. સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારોમાં પણ ઠંડા પવનોની ગતિ ધીમી પડતા લોકોએ હાશકારો અનુભવ્યો છે.

જોકે, તાપમાનમાં વધારો થવા છતાં વહેલી સવારે અને મોડી રાત્રે હજુ પણ હળવી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે. પરંતુ દિવસ દરમિયાન સૂર્યપ્રકાશ અને વધતા તાપમાનને કારણે કડકડતી ઠંડી જાણે ગાયબ થઈ ગઇ છે. હવામાનમાં આવેલા આ ફેરફારને કારણે જનજીવન ફરી ધમધમતું થયું છે.

ભાવનગર માં ઠંડીનું પ્રમાણ ઘટતું જાય છે. આજે લઘુતમ તાપમાન વધીને 20 ડીગ્રી એ પહોંચતા શિયાળુ ઠંડી જાણે ગાયબ થઈ જતી હોય તેવો માહોલ રચાયો છે. આજે સોમવારે સવારે વાતાવરણમાં ભેજનું પ્રમાણ 69 ટકા રહ્યું હતું.જ્યારે પવનની ઝડપ ની ઝડપ 12 કી.મી. પ્રતિ કલાકની રહી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *