ગોંડલમાં પોલીસ ફરજમાં રૂકાવટ કરનાર રાજકીય અગ્રણીના પુત્ર દ્વારા પોલીસ સામે લૂંટ ચલાવ્યાની અરજી

ગોંડલમાં નગરપાલિકાનાં પુર્વ પ્રમુખ ચંદુભાઈ ડાભીનો પુત્ર અને કોળી ઠાકોર વિકાસ નીગમનાં પુર્વ ચેરમેન ભુપતભાઈ ડાભીનાં ભત્રીજા નિરજ ડાભી સામે બે દિવસ પહેલા તાલુકા પોલીસમાં…

ગોંડલમાં નગરપાલિકાનાં પુર્વ પ્રમુખ ચંદુભાઈ ડાભીનો પુત્ર અને કોળી ઠાકોર વિકાસ નીગમનાં પુર્વ ચેરમેન ભુપતભાઈ ડાભીનાં ભત્રીજા નિરજ ડાભી સામે બે દિવસ પહેલા તાલુકા પોલીસમાં ફરજમાં રૂૂકાવટ અંગે ફરિયાદ થયા બાદ નીરજ ડાભીએ પો.કોન્સ.સામે માર મારી ખિસ્સા માંથી પૈસા લુટી લીધાની અરજી તાલુકા પીઆઇ ઉપરાંત જીલ્લા પોલીસ વડાને આપતા ચકચાર જાગી છે.

નિરજ ડાભી સામે તાલુકા પોલીસમાં અકસ્માતની ઘટનાનું પંચનામુ કરી રહેલી પોલીસની ફરજ માં રુકાવટ કરવા અંગે ગત તા.29 નાં પોલીસ ફરિયાદ નોંધાઈ હતી.પોલીસ સુત્રો અનુસાર નિરજ ડાભીનો મોબાઇલ સ્વિચ ઓફ આવી રહ્યો હોય તેને પકડવાની કાર્યવાહી થઇ શકી નથી.

દરમિયાન ગોંડલ ભગવતપરા માં રહેતા નિરજ ચંદુભાઈ ડાભીએ અરજીમાં જણાવ્યું કે, હું તથા મારી માતા અમરેલી મુકામે લગ્નમાં ગયેલ હતા. અને બપોરનાં 3:45 વાગ્યે અમેરલી મુકામે લગ્ન પુરા કરી ગોડલ મારા ઘરે પરત ફરી રહીયા હતા. ત્યારે મોવિયા ગામ પહેલા દાવત સોડાના કારખાના પાસે તાલુકા પોલીસ નાં બીટ જમાદાર હેમલભાઈ બોરીચા તથા અન્ય બે પોલીસ ઓફિસરો એ મારી ગાડી ઉભી રખાવેલ અને હું આ ઉપર જણાવેલ આરોપીઓ પાસે ગયેલ અને મે મારા બધા કાગળો બતાવેલ અને મારી ગાડીના પણ કાગળો બતાવેલ તો આ ઉપર જણાવેલ નામ વાળા આરોપીએ મને કહેલ કે તારે પૈસા આપવા પડશે તો જ તને જવા દઈશુ જેથી મે કહેલ કે મારી પાસે બધા કાગળો છે તો હું શુકામ પૈસા આપુ તો આ નામ વાળો આરોપી એકદમ ઉશ્કેરાઈ ગયેલ અને મને જેમફાવે તેમ ગાળો આપવા લાગેલ અને મને કાનના ભાગે બે ફડાકા મારી લીધેલ અને અને બીજા બે પોલીસ વાળાએ મને પકડી રાખેલ અને આ નામ વાળા આરોપીએ મારા ખીચામાં બળજબરી પુર્ણક હાથ નાખી મારા ખીચામા રહેલ રૂૂા. 1600/- લુટી લીધેલ અને મને ધકકો મારી કહેલ કે હાલ હવે ઘર ભેગો થઈજા નહીતર પોલીસ સ્ટેશનમાં લઈ જઈશ અને તારા વિરૂૂધ્ધ ખોટી ફરીયાદ દાખલ કરી જેલમાં બેસાડી દઈશ. ત્યારબાદ મને કાનના ભાગે બે ફડાકા મારેલ હોય જેથી મને કાનના ભાગ પાસે સોજો આવી ગયેલ હોય જેથી હું ફરીયાદી સરકારી હોસ્પીટલ ગોંડલમાં દવા લેવા ગયેલ હતો પરંતુ સરકારી હોસ્પીટલમાં ડોક્ટર હાજર ન હોય જેથી મને સરકારી હોસ્પીટલમાંથી રીફર કરી પ્રાઈવેટ હોસ્પીટલમાં સારવાર અર્થે લઈ ગયેલ હતા.

આરોપીઓ જનુની સ્વભાવનો હોય અને માથાભારે હોય અને પોલીસ ઓફીસર હોય જેથી આ આરોપીઓ પોલીસનો ખોટો રોફ જમાવી અમારા જેવા કેટલા માણસોને બીવડા પૈસા પડાવી લેવાનો ધંધો કરતા હોય જેથી આરોપીઓ સામે તાત્કાલીક ધોરણે કડકમાં કડક કાર્યવાહી કરી કાયદાનું ભાન કરાવી જેલમાં બેસાડી અમોને ન્યાય અપાવવા નમ્ર અરજ છે. નીરજ ડાભી ની પોલીસ સામે આક્ષેપ ની અરજી અંગે પોલીસ તંત્ર કેવા પગલા લેશે તે અંગે તર્ક વિતર્ક સર્જાયા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *