રાજકોટ શહેર પોલીસનો રમતોત્સવ સંપન્ન, ડીસીપી ક્રાઇમ ટીમ વિજેતા

400 જેટલા પોલીસ અધિકારી અને કર્મચારીએ અલગ-અલગ રમતમાં ભાગ લીધો હતો શહેર પોલીસ પરિવારમાં શારીરિક ક્ષમતા અને માનસિક તંદુરસ્તી જળવાઈ રહે માટે પાંચમા વાર્ષિક રમતોત્સવ…

400 જેટલા પોલીસ અધિકારી અને કર્મચારીએ અલગ-અલગ રમતમાં ભાગ લીધો હતો

શહેર પોલીસ પરિવારમાં શારીરિક ક્ષમતા અને માનસિક તંદુરસ્તી જળવાઈ રહે માટે પાંચમા વાર્ષિક રમતોત્સવ 2025-26નું ભવ્ય સમાપન થયું છે. ચાર દિવસીય આ ખેલ મહાકુંભમાં ડીસીપી ક્રાઇમની ટીમે શાનદાર પ્રદર્શન કરી જનરલ ચેમ્પિયનશીપનો ખિતાબ પોતાના નામે કર્યો છે.

વ્યક્તિગત સિદ્ધિઓમાં પુરૂૂષ વિભાગમાં અર્જુનભાઈ ધીરૂૂભાઈ ડવ અને મહિલા વિભાગમાં નેહાબેન ગોવિંદભાઈ મકવાણા (બંને ડીસીપી ક્રાઇમ ટીમ) બેસ્ટ એથ્લેટ જાહેર થયા હતા. પોલીસ કમિશનર બ્રજેશ કુમાર ઝા અને અધિક પોલીસ કમિશનર મહેન્દ્ર બગડીયાના માર્ગદર્શન હેઠળ તા. 27થી 30 દરમિયાન યોજાયેલા આ રમતોત્સવમાં કુલ 4 ટીમો (ડીસીપી ક્રાઇમ, ડીસીપી ઝોન-1, ડીસીપી ઝોન-2, અને ડીસીપી હેડ કવાર્ટર) વચ્ચે સ્પર્ધા યોજાઈ હતી.

જેમાં 400 જેટલા પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓએ ટ્રેક એન્ડ ફિલ્ડની 09 ઇવેન્ટ, ટીમ ગેમની 06 ઇવેન્ટ અને ઇન્ડોર ગેમ્સની 03 ઇવેન્ટમાં પોતાનું કૌશલ્ય બતાવ્યું હતું. આ રમતોત્સવના પુર્ણાહુતિ સમારંભમાં મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત પોલીસ કમિશનર બ્રજેશ કુમાર ઝાએ વિજેતાઓને મેડલ અને ટ્રોફી એનાયત કરી પ્રોત્સાહિત કર્યા હતા. તેમણે પોતાના ઉદબોધનમાં જણાવ્યું હતું કે, વ્યસ્ત જીવનમાં શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય માટે રમતગમત અનિવાર્ય છે. જે રીતે મેદાન પર તમે પરિવાર ભાવનાથી રમ્યા છો, તેવી જ રીતે ફરજ પર પણ સમૂહ ભાવના જાળવી રાખવી જરૂૂરી છે.

આ કાર્યક્રમમાં અધિક પોલીસ કમિશનર મહેન્દ્ર બગડીયા, નાયબ પોલીસ કમિશનર ક્રાઇમ જગદિશ બાંગરવા, નાયબ પોલીસ કમિશનર ઝોન-1 હેતલ પટેલ, નાયબ પોલીસ કમિશનર ઝોન-2 રાકેશ દેસાઈ તેમજ તમામ એસીપી અને પો.ઇન્સ ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર આયોજનની સફળતા બદલ હેડક્વાર્ટરના એસીપી એમ.આઇ. પઠાણ દ્વારા સૌનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *