આગામી તા.5થી 10 દરમિયાન ડોક્યુમેન્ટ ચકાસણી
બિનહથિયારી PSIની ભરતી પરીક્ષામાં 1023 ઉમેદવાર સફળ થયા છે. ઉતીર્ણ ઉમેદવારોની યાદી ભરતી બોર્ડની ઓફિશિયલ વેબસાઇટ પર જાહેર કરવામાં આવી છે.ડોક્યુમેન્ટ ચકાસણીની પ્રક્રિયા 5થી 10 ફેબ્રુઆરી દરમિયાન યોજાશે ડોક્યુમેન્ટ ચકાસણીની પ્રક્રિયા 5થી 10 ફેબ્રુઆરી દરમિયાન યોજવામાં આવશે. ઉમેદવાર પોતાનો કોલ લેટર 2 ફેબ્રુઆરીના બપોરથી વેબસાઇટ પરથી ડાઉનલોડ કરી શકશે.
દસ્તાવેજ ચકાસણી કાર્ય કરાઈ પોલીસ અકાદમી ખાતે યોજાશે. જાહેર થયેલ માહિતી અનુસાર, બિનહથિયારી PSI ઉપરાંત 472 અન આર્મ્ડ PSIની ભરતી પણ આ પ્રક્રિયામાં લેવામાં આવશે. પોલીસ ભરતી બોર્ડે ઉમેદવારોને અપીલ કરી છે કે તેઓ તમામ જરૂૂરી દસ્તાવેજો સાથે સમયસર ડોક્યુમેન્ટ ચકાસણી માટે હાજર રહે અને વેબસાઇટની માહિતી નિયમિત તપાસતા રહે.
