ગુજરાત રાજ્યમાં મતદાર યાદીની ખાસ સઘન સુધારણા – 2026 સંદર્ભે તારીખ 19 ડિસેમ્બરના રોજ મુસદા મતદાર યાદી (ઉફિરિં યહયભજ્ઞિંફિહ જ્ઞિહહ) પ્રસિદ્ધ કરવામાં આવ્યો છે. આ મતદાર યાદી અનુસંધાને વાંધા, સૂચન અને હક્ક – દાવા માટે ફોર્મ નંબર 6, 7 અને 8 ભરવાની છેલ્લી તા. 18 જાન્યુઆરી નિર્ધારિત કરવામાં આવી હતી. અચાનક તા. 16 જાન્યુઆરીથી સમગ્ર ગુજરાતમાં મતદાર નામ કમી કરવા માટેનું ફોર્મ નંબર 7 હજારોની સંખ્યામાં જમા થવાના શરૂૂ કરાયા છે. ત્યારે જે મુદ્દે ગુજરાત કોંગ્રેસ સમિતિના જિલ્લા પ્રમુખ પાલભાઈ આંબલીયા દ્વારા કેટલાક વેધક સવાલો ઉઠાવ્યા છે. જેમાં આ ફોર્મની ખરાઈ કે આ ફોર્મ બી.એલ.ઓ.એ ખરાઈ ચકાસણી કર્યા બાદ ફોર્મ 7 સ્વીકારવાની ના પાડી દીધી હતી, તેમ છતાં બી.એલ.ઓ.થી ઉપલા અધકારીઓએ આ ફોર્મ નંબર 7 ની ખરાઈ કે ચકાસણી કેમ ન કરી? ખોટી વ્યક્તિ, ખોટો ચૂંટણી કાર્ડ નંબર અને ખોટો મોબાઈલ નંબર ફોર્મ 7 રજૂ કરનાર વ્યક્તિની કરાઈ કે ચકાસણી કર્યા વગર જ અધિકારીઓએ ફોર્મ 7 કેમ સ્વીકાર કર્યો? શું અધિકારીઓ ભાજપ સાથે આ ષડયંત્રમાં સામેલ છે?
ખોટા ફોર્મ રજૂ કરનારા સામે કેમ કોઈ પગલાં લેવામાં ન આવ્યા? ફોર્મ 7 માં નીચે જ લખેલુ છે કે ખોટું ફોર્મ રજૂ કરનારા સામે ફોજદારી રાહે કાર્યવાહી થઈ શકે છે, એક વર્ષ જેલ થઈ શકે છે. તેમ છતાં ખોટા ફોર્મ રજૂ કરનારા સામે હજુ સુધી પોલીસ ફરિયાદ કેમ નોંધવામાં ન આવી? ક્યારે પોલીસ ફરિયાદ થશે? ફોર્મ રજૂ કરનાર કોણ છે? તેના ઈઈઝટ ફૂટેજ સાચવવામાં આવશે કે પુરાવાનો નાશ કરવામાં આવશે? રાષ્ટ્રીય પક્ષ તરીકે તેમણે સ્પષ્ટ માંગ કરી છે કે CCTV ફૂટેજ અમને આપવામાં આવે.
ઉપરોક્ત બાબતો જોતા એવું લાગે છે કે બી.એલ.ઓ.એ ફોર્મ સ્વીકાર કરવાની ના પાડયા બાદ પણ તેના ઉપરના અધિકારી ફોર્મ 7 કોઈપણ ચકાસણી વગર સ્વીકાર કરે છે એ સાબિત કરે છે કે ભાજપ સાથે ફોર્મ સ્વીકારનાર અધિકારી પણ ષડ્યંત્રમાં સામેલ છે તેવો આક્ષેપ પણ કરવામાં આવ્યો છે. તેનો બોલતો પુરાવો એ છે કે ફોર્મ 7 માં નીચે ફોર્મ રજૂ કરનારે એકરાર નામું લખેલ છે ત્યાં સહી કરી તારીખ લખવી પડે ફોર્મ 7 સ્વીકાર કરનારા અધિકારીઓએ સહી વગરના ફોર્મ 7 નો પણ સ્વીકાર કરી તેમની ભાજપ ભક્તિ સાબિત કરી છે.
તેમ વધુમાં જણાવી,”ફોર્મ 7″ મુજબ રજૂ થયેલ તમામ વિધાનસભાના વાંધાઓને “ફોર્મ 11” મુજબ જાહેર જનતા માટે પ્રસિદ્ધ કરવા જોઈએ અને આધાર પુરાવા વગર “ફોર્મ 7” વાંધા અરજી રજૂ થયેલ હોય તે અરજીઓ દફતરે કરવામાં આવે અને વાંધેદારો વિરુદ્ધ ફોજદારી રાહે કાર્યવાહી કરવામાં આવે તેમજ તમામ મતદારોનું નામ ફાઇનલ મતદાર યાદીમાં સમાવેશ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. આ મુદ્દે જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પાલભાઈ આંબલીયા, પૂર્વ સાંસદ વિક્રમ ભાઈ માડમ, સારાબેન મકવાણા સહિતના આગેવાનો, હોદ્દેદારો અને કાર્યકરોએ રેલી સ્વરૂૂપે અહીંની જિલ્લા કલેકટર કચેરી ખાતે સામૂહિક લેખિત રજૂઆતો કરી હતી.
