બોટાદ શહેરમાં ઘરફોડ ચોરીના આરોપીને ગણતરીના કલાકોમાં ઝડપી પાડ્યો

ગત તા.27/1/2026 ના બોટાદ શહેરમાં ઢાંકણીયા રોડ તુલસી-2ની બાજુમાં મારૂૂતીનગર-2માં રહેણાંકી મકાનમાં કોઇ અજાણ્યો ચોર ઇસમે ઘરની દિવાલ ટપીને ઘરમા પ્રવેશ કરી ઘરના દરવાજાનો નકુચો…

ગત તા.27/1/2026 ના બોટાદ શહેરમાં ઢાંકણીયા રોડ તુલસી-2ની બાજુમાં મારૂૂતીનગર-2માં રહેણાંકી મકાનમાં કોઇ અજાણ્યો ચોર ઇસમે ઘરની દિવાલ ટપીને ઘરમા પ્રવેશ કરી ઘરના દરવાજાનો નકુચો કાપી ઘરની અંદર રાખેલ લાકડાની તિજોરીનો લોક તોડી તિજોરીના ખાનામાં રાખેલ સોના-ચાંદીના દાગીનાની ચોરીનો બનાવ બન્યો હતો.જે અંગે બોટાદ ટાઉન પોલીસ સ્ટેશનમાં ઘરફોડ ચોરીનો ગુન્હો અજાણ્યા ઇસમ વિરૂૂધ્ધ નોંધાયેલ હતો.

જે ગુન્હા ની ગંભીરતાને ધ્યાને લઈ ભાવનગર રેન્જ આઈ.જી.ગૌતમ પરમાર દ્વારા ગુન્હો ડીટેક્ટ કરી આરોપીને પકડી તમામ મુદ્દામાલ રીકવર કરવા સુચના કરવામાં આવેલ જે અંતર્ગત બોટાદ જીલ્લા પોલીસ વડા(ઈંઙજ) ધર્મેન્દ્ર શર્મા દ્વારા જરૂૂરી સુચના આપવામાં આવેલ જેને લઈ બોટાદ કઈઇ ના ઙઈં એ.જી.સોલંકી ના માર્ગદર્શન હેઠળ કઈઇ ના ઙજઈં એસ.બી.સોલંકી તથા અજઈં ભગીરથસિંહ લીંબોલા તેમજ પરાક્રસિંહ ઝાલા,બળદેવસિંહ લીંબોલા, રાજેન્દ્રસિંહ ડોડીયા, રસીકભાઇ ગળથરા એ મળેલ સંયુકત બાતમી આધારે બોટાદ શહેરમાં ઘરફોડ ચોરીના આરોપી ને ગણતરીના કલોકોમાં ઝડપી પાડ્યો છે.

અર્જુનભાઇ ઉર્ફે કાળુ ઉર્ફે મુનો વિરમભાઇ ચીભડીયા રહે. બોટાદ વાળાના ઝડપી લઈ તેના રહેણાકે થી સોનાનો પાટી પારો નંગ -1 રૂા. 2,95,000 ,સોનાની હાથમાં પહેરવાની સોનાની વીંટી નંગ-2 રૂૂ. 65,000 ,ચાંદીના પગમાં પહેરવાના ચાંદી છડા જોડ એક (નંગ-2)રૂૂ. 52,000,ચાંદીની લકી નંગ-2 રૂૂ. 45,000, ચાંદીની નહોર નંગ-1 રૂૂ.1200 મળી કુલ 4,58,200 રૂૂપિયા નો મુદ્દામાલ કબ્જે કરી આરોપી વિરૂૂધ્ધ કાર્યવાહી કરવામાં આવેલ છે. અત્રે ઉલ્લેખનીય છે કે બોટાદ કઈઇ પોલીસે પ્રશંસનીય કામગીરી કરી ઘરફોડ ચોરીના આરોપીને ગણતરીની કલાકોમાં ઝડપી લઇ તમામ મુદ્દામાલ રીકવર કરતા લોકોએ પોલીસની કામગીરીને બિરદાવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *