ભારતીય જનતા પાર્ટી જૂનાગઢ મહાનગરના પ્રમુખ ગૌરવ રૂૂપારેલીયા દ્વારા સંગઠનાત્મક નિમણૂકોની મહત્વની જાહેરાત કરવામાં આવી છે. લાંબા સમયની રાહ જોયા બાદ, મુખ્ય સંગઠન ઉપરાંત વિવિધ મોરચાના પ્રમુખ અને મહામંત્રીઓની સત્તાવાર યાદી જાહેર થતા કાર્યકરોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આ નવી નિમણૂકો દ્વારા ભાજપે જૂનાગઢમાં દરેક જ્ઞાતિ અને સમીકરણોને સાધવાનો પ્રયાસ કર્યો છે. મુખ્ય સંગઠનમાં અનુભવી અને યુવા ચહેરાઓનો સમન્વય જોવા મળી રહ્યો છે.
મહાનગર સંગઠનમાં ઉપપ્રમુખ તરીકે મુકેશભાઈ ગજેરા, રાકેશભાઈ ધુલેશિયા, ઓમપ્રકાશ રાવલ, ગિરીશભાઈ આદતીયા, રમેશભાઈ બાવળિયા, જ્યોતિબેન વાડોલીયા, વિવેકભાઈ ગોહેલ અને કિરણબેન હેજમની પસંદગી કરવામાં આવી છે. સંગઠનની મુખ્ય ધરી સમાન મહામંત્રી પદે વિનુભાઈ ચાદેગરા, મિલનભાઈ ભટ્ટ અને જયેશભાઈ ધોરાજીયાને જવાબદારી સોંપાઈ છે. જ્યારે મંત્રી તરીકે રાજેશભાઈ ચુડાસમા, હરેશભાઈ ગાગીયા, કમલભાઈ ચુડાસમા, હિનાબેન જેતપરિયા, ડો. કિંજલબેન સતાસીયા, ગીતાબેન મહેતા, યોગેશ્વરીબા જાડેજા અને કિરણબેન રાણીંગાની વરણી થઈ છે.
નીતિનભાઈ સુખવાણીને કોષધ્યક્ષ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. ભાજપના વિવિધ પાંખ (મોરચા) માં પણ પ્રમુખ અને મહામંત્રીઓના નામો જાહેર કરાયા છે જેમાં યુવા મોરચો: અભયભાઈ રીબડીયા (પ્રમુખ), ચિરાગભાઈ જોષી અને પ્રિતેશગીરી અપારનાથી (મહામંત્રી). મહિલા મોરચો: આરતીબેન જોષી (પ્રમુખ), શીતલબેન તન્ના અને મનિષાબેન વૈશનાણી (મહામંત્રી). કિસાન મોરચો: રવિભાઈ વીકાણી (પ્રમુખ), રમેશભાઈ ગજેરા અને સચિનભાઈ ભુત (મહામંત્રી). બક્ષીપંચ (ઘઇઈ) મોરચો: ભરતભાઈ કારેણા (પ્રમુખ), મેણસીભાઈ સાકરિયા અને નરેન્દ્રભાઈ ઓડેદરા (મહામંત્રી). જઈ મોરચો: સાગરભાઈ મકવાણા (પ્રમુખ), વિજયભાઈ દાફડા અને પ્રદીપભાઈ વાઘેલા (મહામંત્રી). લઘુમતી મોરચો: શબીરભાઈ અમરેલીયા (પ્રમુખ), સલીમભાઈ હાલા અને હનિફખાન તુર્ક (મહામંત્રી).નો સમાવેશ થાય છે. આ નિમણૂકો સાથે જૂનાગઢ મહાનગર ભાજપે આગામી સમયની રાજકીય રણનીતિ માટે પોતાનું સંગઠનાત્મક માળખું સંપૂર્ણપણે સજ્જ કરી દીધું છે. સંગઠનમાં તમામ વર્ગોને પૂરતું પ્રતિનિધિત્વ આપીને પક્ષને ગ્રાસરૂૂટ લેવલ સુધી મજબૂત બનાવવાનો લક્ષ્યાંક નક્કી કરવામાં આવ્યો છે. પક્ષના અગ્રણીઓએ નવા નિયુક્ત થયેલા તમામ હોદ્દેદારોને અભિનંદન પાઠવ્યા છે.
