બેંકના નિવૃત્ત કર્મચારી ફેસબૂક પર જાહેરાત જોઇ ‘પેન્શન રીટાયર્ડ કાર્ડ’ બનાવવા જતા 15.99 લાખ ગુમાવ્યા

યુનિવર્સિટી રોડ પર પદ્મનાભ ટાવરની પાછળ મિલાપનગર પાસે ગુલમહોર સોસાયટી-1માં રહેતાં દેનાબેંક (હાલ બેંક ઓફ બરોડા)ના નિવૃત સ્કેલ વન ઓફિસર હસમુખભાઇ ભગવાનજીભાઇ ગણાત્રા (ઉ.વ.72)ની ફરિયાદ…

યુનિવર્સિટી રોડ પર પદ્મનાભ ટાવરની પાછળ મિલાપનગર પાસે ગુલમહોર સોસાયટી-1માં રહેતાં દેનાબેંક (હાલ બેંક ઓફ બરોડા)ના નિવૃત સ્કેલ વન ઓફિસર હસમુખભાઇ ભગવાનજીભાઇ ગણાત્રા (ઉ.વ.72)ની ફરિયાદ પરથી ફેસબૂકની આઇડીના એક ધારક, ઇન્ડસલેન્ડ બેંકના ખાતાધારક અને અન્ય એક એકાઉન્ટના ધારક સામે ગુનો નોંધ્યો છે.

તેમણે ફરિયાદમાં જણાવ્યું છે કે હું પરીવાર સાથે રહુ છુ અને નિવૃત જીવન જીવુ છું. તા. 6/11/25ના રોજ હું મારા ફેસબુક ઉપર સર્ફીંગ કરી રહ્યો હતો ત્યારે મને ફેસબુક પર બેન્ક ઓફ બરોડાના નામથી એક પેઇજ જોવા મળતાં મેં તેની યુઆરએલ લિંક ઓપન કરી હતી. જેમા બેંક ઓફ બરોડા-પેન્શન રિટાયર્ડ કાર્ડ બનાવવા માટેનું ફોર્મ હતું. હું દેના બેંકમાં નોકરી કરી નીવૃત થયેલ એ પછી દેનાબેંક બેંક ઓફ બરોડા બેંકમાં મર્જ થયેલ હોઇ મેં તેમાં આવેલા એપ્લાઇ બટન પર કલીક કર્યુ હતું. આ પછી આશરે એકાદ કલાક પછી મને અજાણ્યા મોબાઇલ નંબર પરથી વ્હોટ્સએપમાં વિડીયો કોલ આવ્યો હતો. જે મેં રિસીવ કર્યો હતો. જો કે આ વિડીયો કોલમાં સામેવાળાનો માત્ર બેંક બેઅફ બરોડોનો લોગો જ દેખાતો હતો.

તેણે મને કાર્ડ બનાવવા માટે મેં ફેસબૂકની લિંકમાં એપ્લાય કરેલું તેની વિગતો આપવાનું કહેતાં મેં મારું પેન્જશ જે બેંકમાં જમા થાય છે તે બેંકના એકાઉન્ટ નંબર, તે બેંક એકાઉન્ટમાં રજીસ્ટર મોબાઇલ નંબર આપ્યા હતાં. તેમજ મારું એડ્રેસ વેરીફાય કરાયું હતું. આ દરમિયાન લગભગ અડધો કલાક જેટલો સમય સુધી વિડીયો કોલ ચાલુ રહ્યો હતો. આ પછી મને કહેલું કે-તમારું કાર્ડ જનરેટ થઇ રહ્યું છે. ત્યારબાદ ફોન કટ થઇ ગયેલ અને મે મારો ફોન ચેક કરતા તે લોક થઇ ગયો હતો અને ઓપન થતો નહોતો.

આથી હું મારો ફોન લઇને સેમસંગ કેરમાં ગયો હતો અને ફોન ફોર્મેટ કરાવ્યો હતો. જેથી અન્ય તમામ માહીતી મારા ફોનમાથી ડીલીટ થઇ ગઇ હતી. ત્યારબાદ મને બીજા દિવસે જાણવા મળેલ કે મારા બે બેંક એકાઉન્ટમાંથી ટ્રાન્જેકશન થઇ ગયા છે. જેમાં નીચે મુજબના ટ્રાન્જેકશન મારી જાણ વગર થયેલ હતા. જેમાં એક ટ્રાન્ઝેકશન રૂૂપિયા 1,99,008નું અને અન્ય બે ટ્રાન્ઝેકશન 10 લાખ તથા 4 લાખના રેઝર-પેમારફતે થયા હતા. આમ કુલ મળી રૂૂ. 15,99,008 રૂૂપિયા મારા બેંક એકાઉન્ટમાંથી ઉપડી ગયા હતાં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *