ગોંડલમાં જૂની અદાવતમાં રિક્ષા ચાલકને ગુણ ઉપાડવાના હૂકનાં ઘા ઝીંકાયા

લોહીલુહાણ હાલતમાં યુવાનને સારવારમાં ખસેડાયો: પોલીસે આરોપીને પકડવા તજવીજ હાથ ધરી ગોંડલ બસસ્ટેન્ડ પાસે જૂની અદાવતમાં રીક્ષા ચાલકને ગુણ ઉપાડવાના હુકના ઘા ઝીંકી હુમલો કરતા…

લોહીલુહાણ હાલતમાં યુવાનને સારવારમાં ખસેડાયો: પોલીસે આરોપીને પકડવા તજવીજ હાથ ધરી

ગોંડલ બસસ્ટેન્ડ પાસે જૂની અદાવતમાં રીક્ષા ચાલકને ગુણ ઉપાડવાના હુકના ઘા ઝીંકી હુમલો કરતા યુવાનને લોહીલુહાણ હાલતમાં સારવારમાં ખસેડાયો હતો. બનાવ અંગે હુમલાખોર સામે ગોંડલ સીટી બી. ડિવિઝન પોલીસ મથકમાં ગુનો નોંધાયો હતો.

ગોંડલના ગંજીવાડા વિસ્તારમાં રહેતાં રમીઝભાઇ સલીમભાઈ બેલીમ (ઉ.વ.38) એ નોંધાવેલ ફરીયાદમાં આરોપી તરીકે ઈબ્રાહીમ ઉર્ફે રહીશ બોદુ ખીરાણી નું નામ આપી જણાવ્યું હતું કે, તેઓ પેસેન્જર સીએનજી રીક્ષા ચલાવે છે. તેઓને અગાઉ દોલત મિલ પાસે રહેતા ઈબ્રાહીમભાઇ ઉર્ફે રહીશ ખીરાણી સાથે રિક્ષામાં પેસેન્જર બેસાડવા બાબતે બોલાચાલી-માથાકૂટ થયેલ હતી, અને સમાધાન પણ થયેલું હતું.

ગઈકાલે સાંજના પાંચ વાગ્યાના સુમારે તેઓ રીક્ષા લઇ બસ સ્ટેન્ડ ખાતે ઉભો હતો ત્યારે ઈબ્રાહીમ આવેલ અને કહેવા લાગેલ કે, તું અગાઉ શું કહેતો હતો? કેમ બોલા ચાલી કરતો હતો ? જેથી તેને કહેલ કે, ત્યારે આપણે સમાધાન થયેલ હતું, કેમ માથાકુટ કરે છે ? તો ઈબ્રાહીમ ઉશ્કેરાઈ જઈ ગાળો આપી ઝપાઝપી કરવા લાગેલ હતો. દરમિયાન તેણે તેની રિક્ષામાંથી યાર્ડમાં ઘઉં માંડવીની ગુણ ઉપાડવાનો લોખંડનો હુક કાઢેલ અને પડખામાં આ હુકના બે અણી વાળો હુક મારેલ અને એક ઘા માથામાં મારેલ તો કમર અને માથામાંથી લોહી નીકળવા લાગેલ હતું.ઇબ્રાહીમે બાદ માં જાન થી મારી નાખવાની ધમકી આપી રીક્ષા લઇ જતો રહ્યો હતો. બાદ તેઓને ઈજાગ્રસ્ત હાલતમાં સારવારમાં ખસેડેલ હતો. બનાવો અંગેની ફરિયાદ પરથી બી ડિવિઝન પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા તજવીજ આદરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *